માધુરી દીક્ષિતના એક નહીં અનેક હીરો હતા આશિક, આ તો ખરાબ રીતે ભાંગી પડ્યો હતો

બોલીવુડમાં ધક-ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિતનું નામ અત્યાર સુધી ઘણા હીરો સાથે જોડાઈ ચુક્યું છે. સંજય દત્ત અને માધુરીની લવસ્ટોરી તો ખુબ ચર્ચામાં રહી હતી. આજે અમે તમને બોલીવુડ સ્ટારની લવસ્ટોરી વિશે માહિતી આપીશું. 
 

માધુરી દીક્ષિતના એક નહીં અનેક હીરો હતા આશિક, આ તો ખરાબ રીતે ભાંગી પડ્યો હતો

નવી દિલ્હીઃ Madhuri Dixit Sanjay Dutt Affair: બોલીવુડના બહુચર્ચિત ફેર્સની વાત આવે તો તેમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત નું નામ ચોક્કસથી આવ્યા. 90 ના દાયકામાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરીની ચર્ચાઓ જોરોશોરથી થતી હતી. તેમના સંબંધો એટલા ગાઢ થઈ ગયા હતા કે સંજય દત્તની પત્નીએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. સંજય દત્ત અને માધુરી દીક્ષિતની પ્રેમ કહાની સાજન અને ખલનાયક ફિલ્મ દરમિયાન શરૂ થઈ હતી. બંને વચ્ચેના પ્રેમ સંબંધોની વાત જોત જોતામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આગની જેમ ફેલાવા લાગી. તે સમયે સંજય દત્ત ની પત્ની રુચા શર્મા અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહી હતી. માધુરીનું નામ અનેક હિરો સાથે જોડાયેલું હતું પણ આખરે તેને ડો. નેને સાથે લગ્ન કરી લીધા હતા.

જ્યારે રુચા શર્માના કાન સુધી સંજય દત્તના અફેરની વાત આવી તો રૂચા પોતાની દીકરીને લઈને ભારત આવી ગઈ હતી. જોકે રુચાને રિસીવ કરવા માટે સંજય દત્ત એરપોર્ટ પણ ગયો નહીં તે વાતથી રુચા શર્માને આઘાત લાગ્યો હતો. જોકે આ ઘટના પછી સંજય દત્તને પણ મોટો ઝટકો લાગ્યો. 1993 માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ પણ આવ્યું ત્યાર પછી તેને સજા મળી આ ઘટના પછી માધુરી દીક્ષિત એ સંજય દત્ત સાથે છેડો ફાડી લીધો.

સંજય દત્ત અને માધુરી દીક્ષિતના અફેરને લઈને રુચા શર્માએ ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલીને વાત કરી હતી. રુચા શર્માએ કહ્યું હતું કે સંજયને તેના જીવનમાં ઘણી વખત ઈમોશનલ સપોર્ટની જરૂર પડી હતી. જ્યારે માધુરી તેને છોડીને જતી રહી ત્યારે તે ખૂબ જ આહત થયો હતો. જોકે આ ઘટના બાદ રૂચા શર્મા પણ બીમારીના કારણે અવસાન પામી હતી.

આખી દુનિયા માધુરીને જાણે છે અને ઓળખે છે. લાખો લોકો તેના દિવાના છે, પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના 'હીરો નંબર 1' કહેવાતા એક્ટર ગોવિંદા પણ માધુરીના પ્રેમના દીવાના થઈ ગયા હતા. એક સમય હતો જ્યારે માધુરીનો પ્રેમ ગોવિંદાના માથા પર સવાર હતો. તેમણે પોતે નેશનલ ટેલિવિઝન (માધુરી દીક્ષિત અને ગોવિંદા) પર આ બધું જાહેર કર્યું હતું.

માધુરી દીક્ષિતના પ્રેમના દિવાના બનેલા ગોવિંદાએ પોતે આ રહસ્ય પરથી પડદો પાડી દીધો છે. ગોવિંદા માધુરીના પ્રેમમાં એટલો પાગલ હતો કે તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતો હતો. અગાઉના દિવસોમાં ગોવિંદાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે માધુરી માટે વાત કરી રહ્યો છે. વાસ્તવમાં ગોવિંદા એકવાર ડાન્સ દીવાનેના સેટ પર ગેસ્ટ બનીને પહોંચ્યો હતો. આ શોમાં માધુરી જજ હતી. આ દરમિયાન ગોવિંદાએ પોતાના દિલની વાત જણાવી હતી. વાયરલ વીડિયોમાં તમે ગોવિંદાને કહેતા સાંભળી શકો છો, “માધુરી દીક્ષિતનો હું ફેન્સ છું. મારા જેવું કોઈ નહીં હોય. તમે બડે મિયાં છોટે મિયાં જોયા જ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news