પતિ, પત્ની ઔર વોમાં તાપસીનું પત્તું કપાવા પાછળ ગજબનું રાજકારણ

આ ફિલ્મમાં તાપસીની જગ્યાએ છેલ્લી ઘડીએ ભુમિ પેડનેકરને સાઇન કરવામાં આવી છે

પતિ, પત્ની ઔર વોમાં તાપસીનું પત્તું કપાવા પાછળ ગજબનું રાજકારણ

મુંબઈ : હાલમાં સમાચાર મળ્યા છે કે તાપસી પન્નુને પતિ, પત્ની ઔર વો'ની રીમેકમાંથી છેલ્લી મિનિટે કોઈ કારણ આપ્યા વિના આઉટ કરવામાં આવી છે. હવે તેના સ્થાને ભૂમિ પેડનેકરને કાસ્ટ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીઆર ચોપરા દ્વારા પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરવામાં આવેલી ‘પતિ, પત્ની ઔર વો'માં લગ્નેતર સંબંધોની વાત છે. આ રીમેકમાં ભૂમિ વાઇફના રોલમાં જોવા મળશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, કાર્તિક આર્યન અને ભૂમિની સાથે એમાં અનન્યા પાંડે પણ જોવા મળશે. 

હવે મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાંથી તાપસીની હકાલપટ્ટી કરાવવા પાછળ કાર્તિક આર્યનનો હાથ હોવાના સમાચાર મળ્યા છે. હકીકતમાં કાર્તિકને તાપસી સાથે કામ નહોતું કરવું. કાર્તિકને લાગતું હતું કે તાપસી તેનાથી મોટી સ્ટાર હોવાના કારણે તે ઢંકાઈ જશે. આ કારણે તેણે મેકર્સને તાપસીને જગ્યાએ ભુમિ પેડનેકરને સાઇન કરવાનું કહ્યું અને અંતે એવું જ થયું. 

તાપસીએ એક અંગ્રેજી ટેબ્લોઇડ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ''આ ફિલ્મમાં હું કામ નથી કરી રહી તેવું મને છેલ્લી ઘડીએ જણાવામાં આવ્યું હતું. આના પરિણામે મારી દરેક યોજનાઓ પર વિપરીત અસર પડી છે. જો મને પહેલેથી જણાવ્યું હોત તો હું મારા અન્ય પ્રોજેક્ટોને આ તારીખો ફાળવી શકત.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news