અમદાવાદ સ્ટેશન પર CRPFની સતર્કતાથી એક મહિલા મોતના મુખમાંથી ફરી પાછી

અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ (CRPF) ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની રાત્રે ટ્રેન નંબર 01095 અમદાવાદ-પુણે એક્સપ્રેસ (Ahmedabad-Pune Express) થી ચાલુ ટ્રેન (Train) માં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝને કારણે એક મહિલા સાથે સંભવિત અકસ્માત (Accident) ટળી ગયો હતો.
અમદાવાદ સ્ટેશન પર CRPFની સતર્કતાથી એક મહિલા મોતના મુખમાંથી ફરી પાછી

અમદાવાદ: અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ (CRPF) ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની રાત્રે ટ્રેન નંબર 01095 અમદાવાદ-પુણે એક્સપ્રેસ (Ahmedabad-Pune Express) થી ચાલુ ટ્રેન (Train) માં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝને કારણે એક મહિલા સાથે સંભવિત અકસ્માત (Accident) ટળી ગયો હતો.

વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુત્ત સૈયદ સરફરાઝ અહમદે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે 20:20 વાગ્યે, જ્યારે ટ્રેન 01095 અમદાવાદ-પુણે સ્પેશિયલ રવાના થઈ, ત્યારે ફરજ પરના જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટ એ જોયું કે S2 કોચની ચાલુ ટ્રેનમાં એક મહિલા નીચે પડી રહી છે, જેમને તેણે દોડીને નીચે પડતા બચાવી લીધા અને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધા. 

તેમણે જણાવ્યું કે, મુરાદાબાદમાં રહેતા આસીન અને તેમના પત્નીને અમદાવાદ થી મુરાદાબાદ જવાનું હતું પરંતુ ભૂલથી પૂના સ્પેશિયલ (Pune Special) માં બેસી ગયા હતા. ટ્રેન શરૂ થયા પછી તેમને ખબર પડી કે આ ટ્રેન (Train) મુરાદાબાદ ને બદલે પુણે જઈ રહી છે તો તે બંને ચાલતી ટ્રેનથી નીચે ઉતર્યા જેથી જાગૃત કોન્સ્ટેબલની સતર્કતાથી તેમની પત્ની સાથેનો અકસ્માત (Accident) ટળી ગયો હતો. આ હિંમત અને જાગરૂકતા માટે તેમણે આરપીએફના કોન્સ્ટેબલ વિજયસિંહ જાટ નો આભાર માન્યો.

મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ સતર્ક અને નિષ્ઠાવાન કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની ફરજ પરના કાર્યની પ્રશંસા કરી અને મંડળ કક્ષાએ તેમને એવોર્ડ આપવાની ઘોષણા કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news