અમિતાભની દોહિત્રી નવ્યા સાથેના અફેર વિશે મિઝાનનો મોટો ખુલાસો

એક્ટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીની પહેલી ફિલ્મ મલાલ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે તે પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. મિઝાનનું નામ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા સાથે સંકળાયેલું હતું. 

Updated By: Jun 11, 2019, 04:46 PM IST
અમિતાભની દોહિત્રી નવ્યા સાથેના અફેર વિશે મિઝાનનો મોટો ખુલાસો

મુંબઈ : એક્ટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીની પહેલી ફિલ્મ મલાલ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે તે પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. મિઝાનનું નામ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદા સાથે સંકળાયેલું હતું. જોકે આખરે મિઝાને સ્પષ્ટતા કરી છે કે હું અને નવ્યા માત્ર મિત્રો છીએ. નવ્યા મારી બહેનની સારી મિત્ર હોવાથી અમે એક સર્કલમાં છીએ અને એટલે ઘણીવાર સાથે જોવા મળીએ છીએ. હું કોઈ સાથે રિલેશનશીપમાં નથી. 

સોશિયલ મીડિયામાં નવ્યાએ એક તસવીર શેર કરી હતી જેના કારણે તેના અને મિઝાનના સંબંધો ચર્ચામાં રહ્યા હતા. મિઝાન અને નવ્યાની એ તસવીરો બાદ એવા અહેવાલો આવવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એ સમયે નવ્યાએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર એ ખુલાસો પણ કરી દીધો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વાત જાણે એમ છે કે નવ્યાએ મિઝાન સાથેની એક તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરને શેર કરતા કેપ્શનમાં નવ્યાએ લખ્યું કે 'રિલેશનશિપ ગોલ્સ'. આ તસવીરમાં નવ્યા અને મિઝાન એક જેવી ટીશર્ટમાં જોવા મળી રહ્યાં હતા. આ તસવીરમાં નવ્યા  ખુબ જ સુંદર  લાગી રહી છે.

રિપોર્ટ પ્રમાણે મિઝાનની ડાન્સિંગ અને એક્ટિંગ સ્કિલ જોઈને સંજય લીલા ભણસાલી ઇમ્પ્રેસ થઈ ગયા હતા. 23 વર્ષન મિઝાને થિયેટર અને માર્શલ આર્ટની ટ્રેઇનિંગ મેળવી છે. તેણે ન્યૂ યોર્ક ફિલ્મમેકિંગનો ચાર વર્ષનો કોર્સ પણ કર્યો છે. મિઝાન આ પહેલાં ફિલ્મ બાજીરામ મસ્તાનીમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ચૂક્યો છે.

મિઝાનને ચમકાવતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સંજય ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. આ ટ્રેલરમાં બંનેની કેમિસ્ટી ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ શાનદાર છે. આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...