પ્રિયંકા ચોપરાનો લગ્નનો લૂક કોપી કરનાર મોના સિંહનો લગ્નનો Video થયો વાયરલ

નાના પડદાથી લઈને મોટા પડદા પર પોતાની ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ મોના સિંહ (Mona Singh) લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. મોના ટીવી સીરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહિ...’ થી ઘર-ઘરમાં ઓળખ બનાવવામાં સફળ રહી હતી. અત્યાર સુધી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. મોના બોલિવુડની પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ તેણે પોતાના બોયફ્રેન્ડ શ્યામ ગોપાલન સાથે લગ્ન કરી લીધા છે.
પ્રિયંકા ચોપરાનો લગ્નનો લૂક કોપી કરનાર મોના સિંહનો લગ્નનો Video થયો વાયરલ

નવી દિલ્હી :નાના પડદાથી લઈને મોટા પડદા પર પોતાની ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ મોના સિંહ (Mona Singh) લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. મોના ટીવી સીરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહિ...’ થી ઘર-ઘરમાં ઓળખ બનાવવામાં સફળ રહી હતી. અત્યાર સુધી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. મોના બોલિવુડની પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ તેણે પોતાના બોયફ્રેન્ડ શ્યામ ગોપાલન સાથે લગ્ન કરી લીધા છે.

Mona singh

આ પંજાબી લગ્ન મુંબઈમાં થયા, જ્યાં મોનાના પરિવારના સદસ્યો ઉપરાંત ટીવી ઈન્ડસ્ટ્રીઝના અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી. મોનાના લગ્ન એકદમ પંજાબી અંદાજમાં થયા હાત. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ તેના લગ્નના વીડિયો જોઈને કહી શકાય છે. આ વાયરલ વીડિયોમાં મોના એક પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. જુઓ મોનાનો આ વાયરલ વીડિયો....

‘કમજોર છે, તારાથી નહિ થાય....’ સાંભળીને મોટી થયેલી ગુજરાતની રોમાએ એ સ્પર્ધા જીતી, જે દેશમાં કોઈ મહિલાએ નથી જીતી

A post shared by WeddingSutra.com (@weddingsutra) on

ઉલ્લેખનીય છે કે, મોનાના લગ્નમાં તેના પરિવારના સદસ્યો ઉપરાંત ટીવી જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્નના સમયે મોના લાલ લહેંગામાં બહુ જ સુંદર લાગી રહી હતી. મોનાનો લૂક થોડો-થોડો પ્રિયંકા ચોપરાના લગ્નના લૂકને મળતો આવે છે. મોના સિંહ આમીર ખાન, કરીના કપૂર સ્ટારર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં પણ જોવા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news