PM મોદી આજે કરશે વર્ષની છેલ્લી 'મન કી બાત' 60મી વાર દેશવાસીઓને કરશે સંબોધિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે પોતાના માસિક કાર્યક્રમ મન કી બાત (Man ki Baat( દ્વારા ફરીથી એકવાર દેશની જનતાને સંબોધન કરશે.

PM મોદી આજે કરશે વર્ષની છેલ્લી 'મન કી બાત' 60મી વાર દેશવાસીઓને કરશે સંબોધિત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે પોતાના માસિક કાર્યક્રમ મન કી બાત (Man ki Baat( દ્વારા ફરીથી એકવાર દેશની જનતાને સંબોધન કરશે.  રેડિયો પર પ્રસારિત થનારા પીએમ મોદીના કાર્યક્રમનો આ 60મો એપિસોડ છે. આ સાથે જ વર્ષ 2019નો આ છેલ્લો એપિસોડ હશે. 

આ અગાઉ પીએમ મોદીએ 25 નવેમ્બરના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમમાં વિભિન્ન મુદ્દાઓ વચ્ચે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને લઈને પ્લાસ્ટિક મુક્ત ભારત તથા અયોધ્યા મંદિર પર સુપ્રીમ કોર્ટના તાજેતરમાં આવેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. 

યુવાઓ વચ્ચે ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) દ્વારા એક રસપ્રદ પહેલની ચર્ચા કરતા વડાપ્રધાને શાળાઓને ડિસેમ્બરમાં ફિટ ઈન્ડિયા વીકનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. 

જુઓ LIVE TV

તેમણે સ્કૂબા ડાઈવરોના એક સમૂહ અંગે પણ વાત કરી હતી જેમણે સ્વચ્છતાને આગળ વધારવામાં એક મહત્વનું યોગદાન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સ્કૂબા ડાઈવરો કેવી રીતે ઊંડા સમુદ્રમાં ડૂબકી લગાવે છે અને કચરો ભેગો કરે છે. ફક્ત 13 દિવસમાં આ સ્કૂબા ડાઈવરોએ સમુદ્રમાંથી 4000 કિગ્રાથી વધુનો પ્લાસ્ટિક કચરો બહાર કાઢ્યો. આ પ્રયાસ હવે એક મોટું આંદોલન બની ગયું છે. હવે તેમને સ્થાનિક લોકોની મદદ પણ મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news