Golden Globes 2023: RRR ફિલ્મે રચ્યો ઈતિહાસ, 'નાટુ નાટુ' ગીતે જીત્યો બેસ્ટ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

Golden Globe Awards 2023: પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી શ્રેણી અમેરિકામાં હાલ ચાલુ છે. એવોર્ડ સમારોહ કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સસ્થિત બેવર્લી હિલ્ટનમાં યોજાયો છે. રેડ કાર્પેટ પર આ વખતે ભારતથી પણ લોકો સામેલ થયા છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ જીતવાની રેસમાં દુનિયાભરની ફિલ્મો મુકાબલો કરી રહી છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે RRR ના 'નાટુ નાટુ' સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. જૂનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટની આ ફિલ્મની આ મોટી સફળતા કહી શકાય. 

Golden Globes 2023: RRR ફિલ્મે રચ્યો ઈતિહાસ, 'નાટુ નાટુ' ગીતે જીત્યો બેસ્ટ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

Golden Globe 2023: Golden Globe 2023: RRR ના 'નાટુ નાટુ' સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. જૂનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટની આ ફિલ્મની આ મોટી સફળતા કહી શકાય. RRR ગત વર્ષની સૌથી શાનદાર અને દમદાર બિઝનેસ કરનારી ફિલ્મોમાંથી એક છે. વર્ષના અંતથી આ ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ માટે નોમિનેશન મળવા લાગ્યું હતું. 

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR હકીકતમાં બે કેટેગરી માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નોમિનેટ થઈ છે. આ નોન ઈંગ્લિશ લેંગવેજ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે. અત્રે જણાવવાનું કે 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેશન્સની જાહેરાત 12 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. ગોલ્ડન ગ્લોબનો 80મો એવોર્ડ સમારોહ અમેરિકાના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ સ્થિત બેવર્લી હિલ્ટન ખાતે યોજાયો. 

— Golden Globe Awards (@goldenglobes) January 11, 2023

રાજામૌલીની ફિલ્મ RRR નું નાટુ નાટુ સોંગ વર્ષ 2022ના હિટ ટ્રેક્સમાંથી એક છે. તેના તેલુગુ વર્ઝનને વેટરન મ્યૂઝિક ડાયરેક્ટર એમ એમ કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે અને કાલા ભૈરવા અને રાહુલ સિપ્લીગુંજે લખ્યું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ લેવા માટે કીરાવાની સ્ટેજ પર પહોંચ્યા હતા.

આ ગીતો પણ હતા રેસમાં
RRR ના નાટુ નાટુ સોંગ સાથે જે ગીતો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા તેમાં ટેલર સ્વિફ્ટનું 'કેરોલીના', Guillermo del Toro’s Pinocchio નું સોંગ 'ciao papa', 'ટોપ ગન: મેવરિક' નું સોંગ 'હોલ્ડ માય હેન્ડ', લેડી ગાગા, બ્લડપોપ અને બેન્જામિન રાઈસનું સોંગ લિફ્ટ મી અપ હતું જે 'બ્લેક પેન્થર: વકાંડા ફોરએવર'નું હતું. 

અત્રે જણાવવાનું કે ફિલ્મ RRR એક ફિક્શનલ ફિલ્મ છે. જેની કહાની બે બહાદુર ક્રાંતિકારીઓ પર આધારિત છે. સિતારામ રાજૂ અને કોમારામ ભીમ. કહાની 1920ના દાયકાની દેખાડવામાં આવી છે. ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ જોવા મળ્યા. જો કે આલિયા અને અજય દેવગણનો સ્પેશિયલ અપેરન્સ હતો. ફિલ્મ ગત વર્ષ માર્ચમાં રિલીઝ થઈ હતી. ગ્લોબલ લેવલ પર 1200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. બે દાયકામાં આ પહેલી ફિલ્મ છે જે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થઈ. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news