માત્ર 99 રૂપિયામાં બુક કરો લેટેસ્ટ ફિલ્મોની ટિકિટ, ફટાફટ વિગતો જાણો નહીં તો પસ્તાશો
આમ કરવા પાછળનું કારણ એ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખાલી થિયેટરો અને બોક્સ ઓફિસને અસફળ ફિલ્મોથી બચાવી શકે. જે હેઠળ સિનેમાપ્રેમીઓને મોટી બચત મળી રહી છે. આથી વધુમાં વધુ લોકો ફિલ્મોની ટિકિટ ખરીદે તેવી આશા સેવાઈ રહી છે.
Trending Photos
દેશભરમાં આ વર્ષે એટલે કે 13 ઓક્ટોબરે શુક્રવારે સિનેમા લવર્સને મજા પડી જવાના છે. આ દિવસ નેશનલ સિનેમા ડે તરીકે ઉજવાશે. જેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ખાસ અવસરે તમે શાહરૂખ ખાનની જવાન (Jawan, Fukrey 3, Gadar 2) થી લઈને ફૂકરે 3, અને ગદર 2 સુધીની તમામ લેટેસ્ટ ફિલ્મો થિયેટરમાં ઓછા ભાવમાં જોઈ શકાશે. એટલે કે 13 ઓક્ટોબરે તમે થિયેટરોમાં જઈને તમામ ફિલ્મો ફક્ત 99 રૂપિયામાં જોઈ શકશો.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દર્શકોને ખાસ ભેટ આપવાનો નિર્ણય લીધો છે. જે મુજબ 13 ઓક્ટોબરના રોજ દેશભરના સિનેમાઘરોમાં માત્ર 99 રૂપિયામાં લોકો પોતાની મનગમતી ફિલ્મો જોઈ શકશે. આવામાં નેશનલ સિનેમા ડે પર સિનેમાઘરોમાં લોકોની ભીડ ઉમટે તેવી પૂરેપૂરી આશા છે. આ દિવસે અનેક રેકોર્ડ તૂટી શકે છે.
આમ કરવા પાછળનું કારણ એ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખાલી થિયેટરો અને બોક્સ ઓફિસને અસફળ ફિલ્મોથી બચાવી શકે. જે હેઠળ સિનેમાપ્રેમીઓને મોટી બચત મળી રહી છે. આથી વધુમાં વધુ લોકો ફિલ્મોની ટિકિટ ખરીદે તેવી આશા સેવાઈ રહી છે.
આવામાં તમે જવાન, ગદર 2, મિશન રાનીગંજ, ફૂકરે 3, થેંક્યુ ફોર કમિંગ, ધ વેક્સિંગ વોર જેવી ફિલ્મો 99 રૂપિયામાં જોઈ શકશો. તમે BookMyShow, PayTM અને અધિકૃતિ સિનેમા વેબસાઈટ્સ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી શકો છો.
ગત વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે પણ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દર્શકોને મોટી ભેટ આપી હતી. જે હેઠળ દેશભરના થિયેટરોમાં માત્ર 75 રૂપિયામાં લોકોએ ફિલ્મ જોઈ. ખાસ વાત એ છે કે 2022 પહેલા દેશમાં ક્યારેય સિનેમા ડે ઉજવાયો નહતો આથી લોકો માટે એ દિવસ ખાસ હતો. ગત વર્ષે થિયેટરોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે