લગ્ન પહેલાં જ મા બની હતી નીના ગુપ્તા! કહ્યું- ક્યારેય આવું વિચાર્યું નહોતું પણ અચાનક...

નીના ગુપ્તાને વેસ્ટઈન્ડિઝના ખેલાડી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યું. પછી નીના પ્રેગનેંટ થઈ ગઈ હતી. લગ્ન પહેલાં જ નીનાએ પુત્રી મસાબાને જન્મ આપ્યો અને સમાજના સવાલોનો એકલા સામનો કર્યો. એક્ટ્રેસે એકલા જ પોતાની પુત્રીની દેખભાળ રાખી.

લગ્ન પહેલાં જ મા બની હતી નીના ગુપ્તા! કહ્યું- ક્યારેય આવું વિચાર્યું નહોતું પણ અચાનક...

મુંબઈઃ નીના ગુપ્તા બોલીવુડની એક દબંગ એક્ટ્રેસ છે. નીનાએ ક્યારેય એ વાતની ચિંતા નથી કરી કે, લોકો શું કહેશે. તેને હંમેશા પોતાની શરતો પર જ પોતાની જીંદગી જીવી છે. નીનાએ પોતાની લાઈફમાં અનેક બોલ્ડ નિર્ણયો લીધા છે. તેને લોકોના મેણાટોળા સાંભળ્યા બાદ પણ ખુદને તૂટવા ન દીધી. નીના ગુપ્તાને વેસ્ટઈન્ડિઝના ખેલાડી વિવિયન રિચર્ડ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી અને પછી નીના પ્રેગનેંટ થઈ ગઈ હતી. લગ્ન પહેલાં જ નીનાએ પુત્રી મસાબાને જન્મ આપ્યો અને સમાજના સવાલોનો એકલા સામનો કર્યો. એક્ટ્રેસે એકલા જ પોતાની પુત્રીની દેખભાળ રાખી.

નીના ગુપ્તા હવે આ વિશે ખુલીને વાત કરી છે. નીનાએ કહ્યું કે, જે નિર્ણય લીધો તેના વિશે પ્લાન નહોતો કર્યો. નીનાએ કહ્યું કે, મેં પ્લાન નહોતો કર્યો કે, આવા વ્યક્તિ સાથે પ્રેમ કરીશ. જેની સાથે હું ક્યારેય રહી પણ નહોતી શકતી તેની સાથે બાળક કરીશ. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે, હું આટલી બહાદૂરી વાળી કામ કરીશ. મેં ફક્ત એ પરિસ્થિતિનો સામનો કર્યો જે મને ભગવાને આપી.

નીના ગુપ્તાએ કહ્યું કે, મેં ક્યારેય હાર નથી માની. હું મારા નિર્ણય પર અડગ રહી. મેં ક્યારેય કોઈ પાસે ફાઈનેંશિયલ અથવા ઈમોશનલ હેલ્પ નથી માગી. મેં સહન કર્યું અને એન્જોય કરી. તેના સિવાય હું બીજુ શું કરી શકતી હતી. હું રાતે રોતી રહેતી અથવા કોઈને મારી સાથે લગ્ન કરવાનું કહેતી. જો રડતી જ હોત તો મારી લાઈફને બર્બાદ કરી નાખી હોત. આટલી બહાદૂર બતાડવાનો મારો પ્લાન ન હતો. પરંતુ મેં ખાલી પરિસ્થિતિને એક્સેપ્ટ કરી અને જે ભગવાને ધાર્યું તેની સાથે આગળ વધી. 

 

નીના ગુપ્તા રિયલ લાઈફમાં એક ચમકતો સ્ટાર છે. સાથે ફિલ્મી પડદા પર પણ તેનો જલવો ઓછો નથી. નીના ગુપ્તાએ અનેક ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું. એક્ટ્રેસની પાસે બીજા ઘણા પ્રોજેક્ટ્સ છે. નીના ગુપ્તા થોડા સમય પહેલાં ગુડબાય ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ ઉંચાઈના રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં નીનાની સાથે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની લીડ રોલમાં હશે. ફિલ્મ 11 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news