કેવી છે નૂતનની પૌત્રીની પહેલી ફિલ્મ 'Notebook' ? ઉકાળશે કે પછી પાણીમાં બેસી જશે
સલમાન ખાનની પ્રોડક્શન કંપનીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ નોટબુક એક્સ આર્મી મેન કબીર (ઝહીર ઈકબાલ) નામના એક ટીચરની વાર્તા છે કે જે કાશ્મીરની હાઉસ-બોટમાં ભણાવવા માટે આવે છે. તેને અહીં એક અન્ય ટીચર ફિરદોસ (પ્રનૂતન બહલ)ની નોટબુક મળે છે કે જે અગાઉ અહીં ભણાવી ચૂકી છે.
Trending Photos
- ફિલ્મ : નોટબુક
- પ્રકાર : Romance, Drama
- કલાકારો : ઝહીર ઇકબાલ, પ્રનૂતન બહેલ
- ડિરેક્શન : નીતિન કક્કર
- ભાષા : હિન્દી (U)
- ક્રિટીક રેટિંગ : 3/5
શું છે વાર્તા ? :
સલમાન ખાનની પ્રોડક્શન કંપનીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ નોટબુક એક્સ આર્મી મેન કબીર (ઝહીર ઈકબાલ) નામના એક ટીચરની વાર્તા છે કે જે કાશ્મીરની હાઉસ-બોટમાં ભણાવવા માટે આવે છે. તેને અહીં એક અન્ય ટીચર ફિરદોસ (પ્રનૂતન બહલ)ની નોટબુક મળે છે કે જે અગાઉ અહીં ભણાવી ચૂકી છે. આ નોટબુકમાં ફિરદોસે તેના અંગત વિચારો લખેલા છે. આ નોટબુક વાંચ્યા બાદ કબીર મળ્યા વિના જ ફિરદોસના પ્રેમમાં પડી જાય છે. આ પછી વાર્તામાં વળાંકો આવે છે. આ ફિલ્મ થાઇ ફિલ્મ ટીચર્સ ડાયરી (2014)ની રિમેક છે. આ ફિલ્મમાં વાર્તા અનેક વળાંકમાંથી પસાર થઈને રસપ્રદ અંત સુધી પહોંચે છે.
કેવી છે એક્ટિંગ ?
આ એક રોમાન્ટિક ફિલ્મ છે અને નૂતનની પૌત્રી પ્રનૂતન બહેલ અને ઝહીર ઇકબાલની કેમિસ્ટ્રી ફિલ્મની વાર્તાને જીવંત બનાવે છે. આ ફિલ્મની સ્ટોરી રસપ્રદ છે. કોઈને મળ્યા વિના તેના પ્રેમમાં ડૂબી જવાનો કોન્સેપ્ટ મસ્ત છે પણ નબળી પટકથા વાર્તાનું હાર્દ મારી નાખે છે. આ જોડી ફિલ્મના અંત સુધી એકબીજાને મળી શકતી નથી અને જ્યારે આ હાઈ ડ્રામા શરૂ થાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે. ફિલ્મના મુખ્ય પાત્રો ઝહીર ઈકબાલ અને પ્રનૂતત બહલના અભિનય છે પણ તેઓ બંને સાથે બહુ ઓછા સમય માટે સ્ક્રીન પર જોવા મળે છે.
જોવાય કે નહીં ?
તમને સ્વીટ અને નિર્દોષ લવસ્ટોરી જોવામાં રસ હોય તો આ ફિલ્મ તમારા માટે જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે