Video: આ વ્યક્તિએ સ્ટેજ પર કર્યો શાનદાર ડાન્સ, તમે પણ જોતા રહી જશો

આ અંકલે એક લગ્ન પ્રસંગ દરમિયાન સ્ટેજ પર આ ડાન્સ કર્યો હતો. 

 

 Video: આ વ્યક્તિએ સ્ટેજ પર કર્યો શાનદાર ડાન્સ, તમે પણ જોતા રહી જશો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં ક્યારે કોનો વીડિયો વાયરલ થઈ જાય તેને પણ ખબર નથી હોતી.. હાલમાં જ ગોવિંદાના ગીત આપ કે આજાને સે પર.. ગોવિંદાના ચાહક એક કાકાએ કર્યો જબરદસ્ત ડાન્સ.. આ ડાન્સને હાલ તો સોશિયલ મીડિયામાં મળી રહ્યો છે ખૂબ જ સારો પ્રતિસાદ.. આ વીડિયોમાં કાકાની સ્ટાઈલ, ઠૂમકાઓ અને અદાઓ પર સૌકોઈ આફરિન થઈ ગયા.. આ કાકાએ સ્ટેજ પર ડાન્સ કરીને સૌકોઈને ખૂશ કરી દીધા હતા..
આ વીડિયોમાં તેઓએ 1987માં આવેલી ગોવિંદાની ફિલ્મ ‘ખુદગર્ઝ’ના ગીત ‘આપ કે આ જાને સે..’ પર પત્ની સાથે ડાન્સ કર્યો છે. તેમના આ ડાન્સના સ્ટેપ્સ જોઇને સારા સારા ડાન્સર પણ શરમાઇ જાય. ઘણા લોકોએ ફેસબુક અને ટ્વીટર પર આ વીડિયોને શેર કર્યો છે.

અત્યાર સુધીમાં લાખો લોકો આ અંકલના ડાન્સના આ વીડિયોને જોઇ ચુક્યા છે. એટલું જ નહીં એકટ્રેસ રવીના ટંડન, દિવ્યા દત્તા અને સંધ્યા મેનને પણ આ વીડિયોને પસંદ કર્યો છે અને શેર કર્યો છે. 46 વર્ષના આ કાકા મધ્યપ્રદેશના વિદિશામાં રહે છે અને તેઓનું નામ સંજીવ શ્રીવાસ્તવ છે. લોકો પ્રેમથી તેઓને ડબ્બુ અંકલના નામે બોલાવે છે. તેઓ ભોપાલ પાસેની ભાભા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં નોકરી કરે છે.

સંજીવ શ્રીવાસ્તવનું કહેવું છે કે બાળપણથી તેમને ડાન્સનો શોખ છે અને તેઓએ ઘણી ડાન્સની સ્પર્ધામાં ભાગ પણ લીધો છે અને ઇનામો પણ જીત્યા છે. ડાન્સમાં મીથુન ચક્રવર્તીને તેઓ પ્રેરણામૂર્તિ માને છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે 12 મે ના રોજ તેમના સાળાના લગ્ન પ્રસંગે તેઓએ આ ડાન્સ કર્યો હતો. આ ડાન્સ વિશે સંજીવ શ્રીવાસ્તવે કહ્યું હતું કે,, મને ખબર નહોંતી ખબર કે લોકોને મારો આ ડાન્સ આટલો બધો પસંદ આવશે. રવિના ટંડને પણ તેમના ડાન્સના વખાણ કર્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news