પાગલપંતીનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ

અનિલ કપૂર (Anil Kapoor), અરશદ વારસી અને જોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મ ‘પાગલપંતી’ (Pagalpanti)નું મજેદાર ટ્રેલર રિલીઝ થવાનું છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

Updated By: Nov 13, 2019, 04:45 PM IST
પાગલપંતીનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ

મુંબઈ : અનિલ કપૂર (Anil Kapoor), અરશદ વારસી અને જોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મ ‘પાગલપંતી’ (Pagalpanti)નું મજેદાર પહેલું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ટ્રેલરને લોકોએ બહુ પસંદ કર્યું છે. મેકર્સ હવે તેનું વધુ એક ટ્રેલર લઈને આવ્યા છે. જેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. 

ફિલ્મમાં અનિલ કપૂર(Anil Kapoor), જોન અબ્રાહમ (John Abraham), ઈલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ (Pulkit Samrat), કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા જેવી મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે. આ ટ્રેલર સુપર કોમેડી છે જે જોઈને હસીહસીને પેટ દુખી જશે.

કોમેડીના બાદશાહ કહેવાતા અનીસ બઝમીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 'પાગલપંતી' પોતાના ટ્રેલર સાથે જ લોકોનાં દિલ જીતવામાં સફળ થઈ ચૂકી છે. રિલીઝની સાથે જ ટ્રેલર સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, અનીસ બઝમી અગાઉ પણ 'નો એન્ટ્રી', 'વેલકમ', 'સિંઘ ઈઝ કિંગ' અને 'રેડી' જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...