હવે UN પહોંચ્યું પાકિસ્તાન, એમ્બેસેડર પદ પરથી પ્રિયંકા ચોપડાને હટાવવાની કરી માગ
થોડા દિવસ પહેલા પાકિસ્તાનની એક મહિલાએ પ્રિયંકા ચોપડાના એક સોશિયલ સ્ટેટસને કારણે તેને યૂનિસેફની ગુડવિલ એમ્બેસેડરની પોસ્ટને લઈને સવાલ કર્યો હતો. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની કેબિનેટમાં માનવાધિકાર પ્રધાન ડોક્ટર શિરીન એમ મજારીએ યૂનિસેફ (UNICEF)ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા પાકિસ્તાનની એક મહિલાએ પ્રિયંકા ચોપડાના એક સોશિયલ સ્ટેટસને કારણે તેને યૂનિસેફની ગુડવિલ એમ્બેસેડરની પોસ્ટને લઈને સવાલ કર્યો હતો. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની કેબિનેટમાં માનવાધિકાર પ્રધાન ડોક્ટર શિરીન એમ મજારીએ યૂનિસેફ (UNICEF)ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
તેમનો આ પત્ર બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાને યૂએનની ગુડવિલ એમ્બેસેડર ફોર પીસના પદ પરથી હટાવવાની માગને લઈને છે. પત્રમાં શિરીન માજરીએ લખ્યું, 'તમે પ્રિયંકાને યૂએનની ગુડવિલ એમ્બેસેડર બનાવી છે. ભારતના કાશ્મીરમાં જે થયું તે મોદી સરકારના આંતરરાષ્ટ્રીય સંમેલનોનો ભંગ કરવાને કારણે થયું છે.
Sent letter to UNICEF chief regarding UN Goodwill Ambassador for Peace Ms Chopra pic.twitter.com/PQ3vwYjTVz
— Shireen Mazari (@ShireenMazari1) August 21, 2019
'ભારતના કાશ્મીરમાં ભારતીય સૈનિક મહિલાઓ અને બાળકો પર પેલેટ ગન ચલાવી રહ્યાં છે. નૈતિક સફાઇ, જાતિવાદી, ફાશીવાદી અને નરસંહારને લઈને ભાજપ સરકાર સંપૂર્ણ રીતે નાઝીઓના પગલે ચાલી રહી છે.
'પ્રિયંકા ચોપડાએ જાહેરમાં ભારત સરકારની હાલની સ્થિતિનો પ્રચાર કર્યો છે. એટલું જ નહીં અભિનેત્રીએ ભારતના રક્ષા પ્રધાન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી ન્યૂક્લિયરની ધમકીનું સમર્થન કર્યું છે.'
પત્રમાં તે પણ લખવામાં આવ્યું છે કે, 'આ બધુ શાંતિ સદ્ભાવના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સંધિઓના ભંગને લઈને મોદી સરકારને પ્રિયંકા સમર્થન આપી રહી છે. આ બધુ પ્રિયંકાને યૂએનમાં આપવામાં આવેલા પર પર તેની વિશ્વસનીયતા ઓછી કરે છે. જો પ્રિયંકાને ઝડપથી ન હટાવવામાં આવી તો તે વૈશ્વિક સ્તર પર યૂએન ગુડવિલ એમ્બેસ્ડરને હાસ્યાસ્પદ બનાવી દેશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે