Lock Upp માં કેટ ફાઈટ, પૂનમ પાંડે પર ભડકી પાયલ રોહતગી, કહ્યું, 'કપડા ઉતારતા અને ગાળો બોલતા જ આવડે છે'

વાસ્તવમાં પાયલ રોહતગીએ ઝીશાન ખાન વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. જ્યારે ઘરમાં ન્યૂઝ બતાવવામાં આવ્યા કે કર્ણાટકમાં હલાલ મીટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. તે દરમિયાન ઝીશાન, મંદાના અને નિશા પાયલને સિક્કા વિશે પૂછી રહ્યા હતા.

Lock Upp માં કેટ ફાઈટ, પૂનમ પાંડે પર ભડકી પાયલ રોહતગી, કહ્યું, 'કપડા ઉતારતા અને ગાળો બોલતા જ આવડે છે'

નવી દિલ્હી: કંગના રનૌતનો ટીવી શો "લોકઅપ" માં તમામ કોન્ટ્રોવર્શિયલ સ્પર્ધકો ધૂમ મચાવી રહ્યા છે. કંગનાના કેદીઓ વચ્ચે જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. હવે એક એપિસોડમાં શોની સૌથી વિવાદાસ્પદ સ્પર્ધકો પાયલ રોહતગી અને પૂનમ પાંડે વચ્ચે જબરદસ્ત કેટ ફાઈટ જોવા મળી હતી.

પાયલે ઝીશાનને ગણાવ્યો આતંકવાદી
વાસ્તવમાં પાયલ રોહતગીએ ઝીશાન ખાન વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. જ્યારે ઘરમાં ન્યૂઝ બતાવવામાં આવ્યા કે કર્ણાટકમાં હલાલ મીટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. તે દરમિયાન ઝીશાન, મંદાના અને નિશા પાયલને સિક્કા વિશે પૂછી રહ્યા હતા. પરંતુ પાયલે તેની વાતનો જવાબ ન આપતા, તે લોકો પાયલને ગાળો આપવા લાગ્યા. પછી પાયલે પણ ગુસ્સામાં ઝીશાન ખાનને આતંકવાદી કહ્યો, જે કોઈ પણ ઘરવાળાને યોગ્ય લાગ્યું નહીં અને તમામ લોકો પાયલની આ કોમેન્ટ પર તેના પર ગુસ્સે થયા.

...તો આખી દુનિયાની સામે ON Camara નગ્ન થશે પૂનમ પાડે! સોશિયલ મીડિયામાં હલચલ વધી

પાયલ પર ભડકી પુનમ
ઝીશાનને આતંકવાદી ગણાવતા તમામ ઘરવાળા પાયલને ઘરમાંથી બહાર કરવાની ડિમાન્ડ કરી. તેની વચ્ચે પુનમ તેના નિવેદન માટે પાયલને ઠપકો આપવાનું શરૂ કરે છે. લડાઈમાં પાયલ અને પૂનમે એકબીજાને ખૂબ ગાળો આપી હતી. પૂનમ ગુસ્સામાં પાયલને સતત અપશબ્દો બોલતી રહી.

પૂનમને પાયલનો જડબાતોડ જવાબ
પૂનમના અપશબ્દો પર પાયલે પલટવાર કરીને પૂનમને જણાવ્યું હતું કે, તે માત્ર બે જ કામ કરી શકે છે, એક પોતાનું ટોપ ઉતારવું અને બીજું ગાળો બોલવી. પાયલે પૂનમને કહ્યું, બોલ બોલ ગંદી ગાળો બોલ... બે જ ચીજો આવડે છે તને...મા બહેનની ગાળો બોલતા અથવા પછી કપડા કાઢતા.

ઝીશાન ખાનને આતંકવાદી કહેવા બદલ કંગના રનૌતે પાયલ રોહતગીને ઠપકો આપ્યો હતો. પૂનમ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યા પછી પણ કંગના રનૌત પાયલને ઠપકો આપે છે, જેના પર પાયલે તેની સ્પષ્ટતા આપતા કહ્યું કે તે ઘણા સમયથી પૂનમના અપશબ્દો સાંભળી રહી છે અને તેણે જવાબ આપવો પડ્યો. હવે કંગનાના શોમાં આગળ શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news