પ્રિયંકા અને નિકના વેડિંગ અવતારમાં મળ્યો 'ધ સિમ્પસન્સ' અંદાજ, જુઓ Photos

પ્રિયંકા અને નિકના લગ્નની અનોખા અંદાજમાં તસ્વીરો સામે આવી છે, જેમાં તે પ્રસિદ્ધ કાર્ટૂન ધ સિમ્પસન્સના અવતારમાં જોવા મળી રહ્યાં છે. 

 પ્રિયંકા અને નિકના વેડિંગ અવતારમાં મળ્યો 'ધ સિમ્પસન્સ' અંદાજ, જુઓ  Photos

નવી દિલ્હીઃ હોલીવુડના પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને હાલમાં પ્રિયંકા ચોપડા જોનાસ બની છે. દેસી ગર્લ હાલના દિવસોમાં પોતાના સાસરીયામાં ક્રિસમસની ઉજવણી કરી રહી છે. આ જશ્નની કેટલિક તસ્વીરો પણ પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ વચ્ચે પ્રિયંકા અને નિકના લગ્નની કંઇક અનોખા અંદાજમાં તસ્વીરો સામે આવી છે, જેમાં તે પ્રસિદ્ધિ કાર્ટૂન 'ધ સિમ્પસન્સ'ના અવતારમાં જોવા મળી રહી છે. તેવામાં પ્રિયંકા અને નિક પોતાના હાસ્ત ચિત્રના પાત્રો સાથે ધ સિમ્પસન્સના પરિવારનો ભાગ બની ગયા છે. લંડનમાં પોતાના પરિવાર સાથે ક્રિસમસનો સમય પસાર કરી રહેલી પ્રિયંકાએ મંગળવારે ચિત્રકાર સ્ટીફનો મોંડા અને રિનો રૂસો દ્વારા પ્રસ્તુત ધ સિમ્પસન્સને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

'ધ સિમ્પસન્સ' કલાકૃતિઓમાંથી એકમાં આ કપલ સિમ્પસન્સ તરીકે પરિવારના રૂપમાં પારંપારિક દેશી પરિધાન પહેરીની એક લગ્ન કરેલ દંપતિની જેમ ઉભા રહેલા દેખાઈ રહ્યાં છે. તો બીજામાં તે ઈસાઈ લગ્ન વસ્ત્રોમાં દેખાઈ રહ્યાં છે, જેમાં સમારોહની અધ્યક્ષતા સિમ્પસન કરી રહ્યાં છે. બંન્ને કલાકૃતિઓ શાનદાર છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️ #simpsons

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રશંસક તેના લગ્નના જશ્નને લઈને ધ સિમ્પસન્સના ટ્વીસ્ટને પસંદ કરી રહ્યાં છે. પરંતુ આ કાર્ટૂન્સમાં પ્રિયંકા અને નિકના સ્કિન કલરને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ સવાલ ઉઠી રહ્યાં છે. ઘણા યૂઝર્સ બંન્ને તસ્વીરોમાં વિભિન્ન ત્વચાના રંગને લઈને વિચારમાં પડી ગયા છે. એક યૂઝરે લખ્યું છે, તમારી ત્વચા એક ગોરા વ્યક્તિની તુલનામાં વધુ રંગ બદલી રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Love #simpsons

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

દેસી ગર્લ પ્રિયંકા અને વિદેશી રોક સ્ટાર નિક જોનાસે 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવનમાં ગ્રાન્ડ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ પ્રિયંકા અને નિકે દિલ્હી અને મુંબઈમાં કુલ ત્રણ રિસેપ્શન આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news