રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું  દેહાંત, 87 વર્ષની વયે લીધો છેલ્લે શ્વાસ 

તેમણે સોમવારે સવારે 4  વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા

રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું  દેહાંત, 87 વર્ષની વયે લીધો છેલ્લે શ્વાસ 

મુંબઈ : રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે સોમવારે સવારે 4  વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને છેલ્લા કેટલાક વર્ષોથી શ્વાસ લેવામાં સમસ્યા હતા. તેઓ કપૂરપરિવારના સૌથી સિનિયર હતા. કૃષ્ણા રાજ કપૂરના પાંચ બાળકો છે. તેમના રાજ કપૂર સાથે 1946માં લગ્ન થયા હતા. તેઓ રણધીર, રાજીવ, રિમા અને રિતુની માતા તેમજ કરીના, રણબીર, રિદ્ધિમા અને કરિશ્મા કપૂરના દાદી હતા. 87 વર્ષની વયે પણ તેઓ બહુ એક્ટિવ હતા. થોડા સમય પહેલાં જ તેમને દીકરા રિશી કપૂરના બર્થ-ડે સેલિબ્રેશન માટે પેરિસમાં જોવા મળ્યા હતા. 

1988માં રાજ કપૂરના નિધન પછી તેમણે આખા પરિવારને એકસુત્રથી બાંધી રખ્યો અને પાંચ બાળકોની જવાબદારી ઉપાડી. કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો છે.

રિશી કપૂરની દીકરી રિદ્ધિમાએ દાદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને પોતાની લાગણી વ્યક્ત કરીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી છે. 

A post shared by Riddhima Kapoor Sahni (@riddhimakapoorsahniofficial) on

કૃષ્ણા રાજ કપૂરને આ પહેલાં 10 ઓગસ્ટે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમનાં પુત્ર અને અભિનેતા રણધીર કપૂરે 20 ઓગષ્ટે જણાવ્યું હતું કે, કૃષ્ણા હોસ્પિટલમાં છે અને હવે તેમની હાલત સ્થિર છે. એ સમયે મીડિયાના અહેવાલમાં જણાવ્યા મુજબ કૃષ્ણાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news