રાજકુમાર રાવ છે બોયફ્રેન્ડ નંબર વન, વાંચીને કહેશો સાચી વાત...!

નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર રાજકુમાર રાવે પોતાની પ્રેમિકા અને અભિનેત્રી પત્રલેખાના જાહેરમાં બહુ અલગ અંદાજમાં વખાણ કર્યા છે જેના માટે તેને બોયફ્રેન્ડ નંબર વનનો ખિતાબ આપવો જ પડે. 

રાજકુમાર રાવ છે બોયફ્રેન્ડ નંબર વન, વાંચીને કહેશો સાચી વાત...!

નવી દિલ્હી : નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર રાજકુમાર રાવે પોતાની પ્રેમિકા અને અભિનેત્રી પત્રલેખાના જાહેરમાં બહુ અલગ અંદાજમાં વખાણ કર્યા છે જેના માટે તેને બોયફ્રેન્ડ નંબર વનનો ખિતાબ આપવો જ પડે. રાજકુમાર રાવે વખાણ કરતા કહ્યું છે કે તેને 'સિટીલાઇટ'ની હિરોઇન પર ગર્વ છે. રાજકુમારે પોતાની આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાની સાથેસાથે પત્રલેખાની આગામી ફિલ્મ બદનામ ગલીનું પણ એક પોસ્ટર શેયર કર્યું છે. આ તસવીરમાં પત્રલેખા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે અને તેની સાથે એક્ટર દિવ્યેન્દુ શર્મા છે. 

રાજકુમારે ગર્લફ્રેન્ડની પ્રસંશા કરતા લખ્યું છે કે આપણા પોસ્ટર એક જ દિવસે બહર આવે એવું વારંવાર નથી થતું. વંડર ગર્લ પત્રલેખા મને તારા પર ગર્વ છે. zee5ની ફિલ્મ બદનામ ગલી 10મેના દિવસે રિલીઝ થશે જ્યારે મેન્ટલ હૈ ક્યા 21 જૂને રિલીઝ થશે. 

— Rajkummar Rao (@RajkummarRao) 17 April 2019

બોલિવૂડમાં કુશળ અભિનેત્રીઓને પણ હાલના સમયમાં ફિલ્મો મળી રહી નથી. ગળાકાપ સ્પર્ધા અને બાંધછોડની આ દુનિયામાં કુશળ અભિનેત્રી પત્રલેખા ફિલ્મો મેળવી રહી નથી. તેનુ કહેવુ છે કે સારી પટકથા ધરાવતી ફિલ્મો મળવી સરળ નથી. તે સારી ફિલ્મો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી પટકથા ધરાવતી ફિલ્મો આવી રહી નથી. પત્રલેખાને બોલિવૂડમાં ચાર વર્ષનો સમય ગાળો થઇ ગયો હોવા છતાં તે બોલિવૂડમાં ટકી રહેવા માટે ઉત્સુક છે. ચાર વર્ષના ગાળામાં તે સતત સારી ફિલ્મો મેળવી લેવા માટે સંઘર્ષ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news