Shocking : કેન્સરની સારવાર કરાવી રહ્યા છે રાકેશ રોશન, પુત્ર ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડમાંથી એક દુખદ સમાચા આવ્યા છે. સીનિયર એક્ટર કાદર ખાન વર્ષ 2019ના પહેલાં દિવસે દુનિયાને અલવિદા કહી ગયા. આ સાથે જ હિંદી ફિલ્મોના એક યુગનો અંત થઇ ગયો. વર્ષની શરૂઆત જ થઇ છે કે બોલીવુડમાંથી વધુ એક શોકિંગ સમાકહર આવ્યા છે. વેટેરન એક્ટર અને ફિલ્મ મેકર રાકેશ રોશન કેંસરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે.
Shocking : કેન્સરની સારવાર કરાવી રહ્યા છે રાકેશ રોશન, પુત્ર ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડમાંથી એક દુખદ સમાચા આવ્યા છે. સીનિયર એક્ટર કાદર ખાન વર્ષ 2019ના પહેલાં દિવસે દુનિયાને અલવિદા કહી ગયા. આ સાથે જ હિંદી ફિલ્મોના એક યુગનો અંત થઇ ગયો. વર્ષની શરૂઆત જ થઇ છે કે બોલીવુડમાંથી વધુ એક શોકિંગ સમાકહર આવ્યા છે. વેટેરન એક્ટર અને ફિલ્મ મેકર રાકેશ રોશન કેંસરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે.

ઋત્વિક રોશને પોતાના ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર પિતા રાકેશ રોશનની સાથે ફોટો પોસ્ટ કરતાં લખ્યું છે કે હું આજે સવારે મારા પિતા પાસેથી એક ફોટો માંગ્યો મને ખબર હતી કે તે સર્જરીના દિવસે પણ વર્કઆઉટ મિસ નહી કરે. તે મારી જીંદગીમાં સૌથી મજબૂત લોકોમાંથી એક છે. થોડા દિવસો પહેલાં અમને ખબર પડી કે ડેડને શરૂઆતી સ્ટેજનું કેન્સર થયું છે. પરંતુ તે તેની સામે લડવા માટે તૈયાર છે. એક પરિવારની માફક અમે ખુશનસીબ છીએ કે અમને તેમના જેવા લીડર મળ્યા છે. 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

કેન્સર એક એવી બિમારી છે, જેણે ગત વર્ષે બોલીવુડના ઘણા મોટા કલાકારોને પોતાની પકડ લીધા છે. સૌથી પહેલાં એક્ટર ઈરફાન ખાને પોતાને કેંસર સામે ઝઝૂમવાનો ખુલાસો જેવો સોશિયલ મીડિયામાં કર્યો, ચારેય તરફ સારા સ્વાસ્થ્ય માટે દુવાઓ કરવામાં આવવા લાગી. ત્યારબાદ અભિનેત્રી સોનાલી બેંદ્રેએ પણ પોતાને કેન્સર હોવાની વાતનો ખુલાસો કર્યો અને ન્યૂયોર્કમાં આ બિમારીની સારવાર લઇ રહી છે. ગત થોડા સમયથી દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર પણ ન્યૂયોર્કમાં છે અને બીજી એક બિમારીની સારવાર કરી રહી છે. નવા વર્ષ પર તેમની પત્ની નીતૂના એક કેપ્શનને આ વાત તરફ ઇશારો કર્યો છે કે ઋષિ કપૂર પણ કદાચ આ જીવલેણ બિમારીનો સારવાર લઇ રહ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news