Rakhi Sawant Mother Dies: અભિનેત્રી રાખી સાવંતના માતાનું નિધન, કેન્સર સામે હારી ગયા જિંદગીનો જંગ

Rakhi Sawant News: રાખી સાવંત પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. રાખીના માતા જિંદગીનો જંગ હારી ગયા છે. આજે તેમનું નિધન થયું છે. 
 

Rakhi Sawant Mother Dies: અભિનેત્રી રાખી સાવંતના માતાનું નિધન, કેન્સર સામે હારી ગયા જિંદગીનો જંગ

નવી દિલ્હીઃ Rakhi Sawant Mother Death: અભિનેત્રી રાખી સાવંત માટે છેલ્લા કેટલાક દિવસો સારા નથી રહ્યા અને હવે તેના પર દુ:ખનો નવો પહાડ તૂટી પડ્યો છે, જેના આઘાતમાંથી બહાર આવતા રાખીને સમય લાગશે.  રાખી સાવંતની માતાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. જયા સાવંતને માત્ર કેન્સર જ નહોતું પરંતુ તે બ્રેઈન ટ્યુમર સામે પણ લડી રહ્યાં હતા.  તેમની હાલત નાજુક હતી, પરંતુ વચ્ચે કેટલાક રાહતના સમાચાર પણ આવ્યા. પરંતુ શનિવારે તેમનું નિધન થયું છે. 

આદિલ દુર્રાનીએ આપી જાણકારી
રાખી સાવંત માતાના નિધનથી શોકમાં છે, જેથી તેમના પતિ આદિલ દુર્રાનીએ મીડિયાને આ જાણકારી આપી છે. હાલમાં જ્યારે રાખી બિગ બોસ મરાઠીના ફાઇનલના ઘરમાંથી બહાર થઈ હતી તો તેને જાણકારી મળી હતી કે તેના માતાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્યારબાદથી તે માતા જલદી સાજા થાય તે માટે દુવાઓ કરી રહી હતી. તેણે જણાવ્યું હતું કે તેના માતાને કેન્સર બાદ બ્રેઇન ટ્યુમર પણ થઈ ગયું હતું. રાખી પોતાના પરિવારમાં માતાથી વધુ નજીક હતી. 

આ પણ વાંચોઃ તે મારા બાળકોનો પિતા બનવા માગતો હતો, જેલમાં ઘૂંટણીયે પડીને મને કર્યું હતું પ્રપોઝ

રાખી માટે મુશ્કેલ રહ્યો જાન્યુઆરીનો મહિનો
આ આખો મહિનો રાખી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. વાસ્તવમાં, માતાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી જ આદિલ સાથે રાખીના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી, જેના પછી સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આદિલ લગ્ન સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો હતો, પરંતુ સલમાને દરમિયાનગીરી કર્યા પછી, આદિલે બધાની સામે કબૂલ્યું કે તે પરિણીત છે. બંનેએ મે મહિનામાં જ લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન તેની માતા ખૂબ જ બીમાર થઈ ગઈ હતી, પરંતુ પછી તેની તબિયત સારી થવા લાગી. પરંતુ હવે તેણે દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news