કાસ્ટિંગ કાઉચ વિશે મોટું નિવેદન આપી બરાબર ફસાઈ એક્ટ્રેસ
બોલિવૂડ એકટ્રેસ રકુલ પ્રીતનું નિવેદન આવ્યું ચર્ચામાં
- બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત પોતાના નિવેદનના પગલે ચર્ચામાં છે
- તેણે કાસ્ટિંગ કાઉચ પર નિવેદન આપ્યું છે
- રકુલને એક્ટ્રેસ શ્રીરેડ્ડી અને માધવી લતાએ ઝાટકી નાખી છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત પોતાના નિવેદનના પગલે ચર્ચામાં છે. હકીકતમાં આ વખતે તેણે કાસ્ટિંગ કાઉચ પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું કંઈ નથી. પોતાના આ નિવેદનના પગલે રકુલ મુસીબતમાં મુકાઈ ગઇ છે. રકુલને એક્ટ્રેસ શ્રીરેડ્ડી અને માધવી લતાએ ઝાટકી નાખી છે અને કહ્યું છે કે રકુલે ઇન્ડસ્ટ્રી વિશે ખોટું નિવેદન ન આપવું જોઈએ.
ઇન્ડિયા ગ્લિટ્ઝના રિપોર્ટ પ્રમાણે રકુલના નિવેદન વિશે માધવીએ કહ્યું છે કે આ મામલે નવા એક્ટર્સ વચ્ચે જાગૃતિ ફેલાવવી જોઈએ અને તેમને ખોટું ન કહેવું જોઈએ. રિપોર્ટ પ્રમાણે આ એક્ટ્રેસનું કહેવુ છે કે રકુલના નિવેદન પાછળ તેનો અંગત સ્વાર્થ છે. રકુલે ઇન્ડસ્ટ્રીમાં પ્રવર્તતા કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો નથી કર્યો કારણ કે તેને ડર છે કે આનો વિરોધ કરવાથી કે પછી પોતાની વાત આગળ રાખવાથી તેને મળતી તક છિનવાઈ ન જાય.
કાસ્ટિંગ કાઉચ મામલે શ્રીરેડ્ડી અને માધવી લતાએ કહ્યું છે કે ટોલિવૂડમાં એવા લોકો છે જે કાસ્ટિંગ કાઉચનું કારણ છે અને રકુલ જો ઇચ્છે તો નામ સાર્વજનિક કરી શકે છે. રકુલ છેલ્લી વાર ફિલ્મ 'ઐયારી'માં જોવા મળી હતી અને તેણે પોતાની કરિયરની શરૂઆત 'યારિયાં'થી કરી હતી. તે છેલ્લા કેટલાક સમયથી ટોલિવૂડમાં કામ કરી રહી છે અને તેણે મોટામોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. હાલમાં રકુલ ટોલિવૂડના ફેમસ એક્ટર સુર્યા સાથે ફિલ્મ 'NGK'માં કામ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે