કર્ણાટકમાં ભાજપને ખેલ બગાડી શકે છે શિવસેના, 60 સીટો પર લડશે ચૂંટણી

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાતકમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી પોતાના ગઠબંધન સહયોગી ભાજપ વિરૂદ્ધ લગભગ 60 જેટલી સીટો પર ચૂંટણી લડશે. આ પહેલાં શિવસેના ગોવા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂકી છે. 

કર્ણાટકમાં ભાજપને ખેલ બગાડી શકે છે શિવસેના, 60 સીટો પર લડશે ચૂંટણી

મુંબઇ: શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાતકમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી પોતાના ગઠબંધન સહયોગી ભાજપ વિરૂદ્ધ લગભગ 60 જેટલી સીટો પર ચૂંટણી લડશે. આ પહેલાં શિવસેના ગોવા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂકી છે. 

સંજય રાઉતે કહ્યું કે ''શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહેલાં જ જાહેરાત કરી ચૂક્યા છે કે અમારી પાર્ટી એકલી ચૂંટણી લડવા જઇ રહી છે અને તેના હેઠળ અમે કર્ણાટકમાં પણ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. અમે લગભગ 50-60 સીટો પર ચૂંટણી લડશે પરંતુ અમે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ (એમઇએસ)નું સમર્થન કરશે જે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વિવાદીત ક્ષેત્રોમાં રહેનારી મરાઠી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.''

પાર્ટીના એક પ્રસ્તાવમાં ઠાકરેએ જાહેરાત કરી હતી કે શિવસેના વર્ષ 2019માં યોજાનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના જોરે લડશે. મહારાષ્ટ્ર હાલમાં કર્ણાટકમાં સ્થિત બેલગામ, કારવાર અને લગભગ 800 ગામોને તેને સોંપવાની માંગ કરી રહ્યું છે. તેનો દાવો છે કે આ સ્થળો પર મરાઠી બોલનાર લોકોનું પ્રભુત્વ છે. સંજય રાઉતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસને કર્ણાટકના વિવાદિત ક્ષેત્રોમાં ભાજપ માટે પ્રચાર કરવાની પણ અપીલ કરી હતી. 
 à¤•à¥à¤¯à¤¾ हमारी मिसाइलेें सिर्फ राजपथ पर दिखाने के लिए हैं? शिवसेना का मोदी सरकार से सवाल
તેમણે કહ્યું કે ''મહારાષ્ટ્ર ગર્વનર, રાજ્ય સરકાર પોતાના દરેક વક્તવ્યમાં કર્ણાટક પાસે આ મામલાને ઉકેલવાનો ઉલ્લેખ કરે છે. જો ફડણવીસ આ વિવાદિત ક્ષેત્રમાં પ્રચાર કરશે તો મહારાષ્ટ્રમાં ખોટો સંદેશ જશે અને આ તેમના અધિકારીક વલણથી બિલકુલ અલગ વલણ હશે.  

સંજય રાઉતે હાલમાં બેલગામ અને અન્ય સીમા ક્ષેત્રોને સંઘ શાસિત ક્ષેત્ર જાહેર કરવાની માંગ કરી હતી. જોકે તેમનું આ નિવેદન કેટલાક સમુદાયના લોકોને પસંદ આવ્યું  ન હતું અને તેમણે સંજય રાઉત વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે ''હું 20 લાખ મરાઠીઓના હિતની વાત કરી રહ્યો છું જે ત્યાં રહે છે. તેમણે કહ્યું કે તે પોલીસ ફરિયાદથી બિલકુલ પરેશાની નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news