ફરી સમાચારમાં ચમક્યા રણબીર અને માહિરા, આ રહ્યું કારણ

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે રણબીર અને માહિરા વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે

Updated: Dec 6, 2018, 05:42 PM IST
ફરી સમાચારમાં ચમક્યા રણબીર અને માહિરા, આ રહ્યું કારણ

મુંબઈ : પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન અને ભારતીય કલાકાર રણબીર કપૂરની એક તસવીર થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી જેમાં બંને વિદેશમાં રસ્તા પર એકસાથે સિગારેટ પીતા ક્લિક થઈ ગયા હતા. આ તસવીર વાઇરલ થઈ ગઈ હતી અને પછી ચર્ચા ચાલી હતી કે રણબીર અને માહિતી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંનેએ આ વાતનો ઇનકાર કરીને તેમની વચ્ચે માત્ર મિત્રતા હોવાની સ્પષ્ટતા કરી હતી. 

આ સ્પષ્ટતા પછી વિવાદ ઓછો થયો હતો પણ ફરી તેમની રિલેશનશીપ ચર્ચામાં આવી છે. હકીકતમાં માહિરા ખાને પોતાના મિત્ર અને ક્રિકેટર મોહમ્મદ હાફિઝની ટ્વીટ પર કમેન્ટ કરી હતી. આ પછી માહિરાની આ ટ્વીટ પર તેના એક ચાહકે રણબીર સાથેના સંબંધો વિશે એક ટોણો માર્યો હતો. જોકે માહિરાએ પણ બોલ્ડ ટ્વીટ કરીને ટ્રોલરને ઝાટકી નાખ્યો હતો. 

હકીકતમાં માહિરાને ટોણો મારનાર વ્યક્તિએ રણબીરનું નામનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો પણ માહિરાએ એ સુધારીને સ્પષ્ટતા કરી દીધી હતી કે તે કોઈપણ પ્રકારના ટ્રોલિંગથી ડરતી નથી અને તે પોતાની મિત્રતાને પણ છુપાવવા માગતી નથી. માહિરાએ 'રઇસ'થી બોલિવૂડમાં પગ મુક્યો હતો પણ પછી તે કોઈ હિન્દી ફિલ્મમાં દેખાઈ નથી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...