દીપિકા અને રણવીરે 6 વર્ષની રિલેશનશીપ પછી કર્યા હતા લગ્ન, આ રીતે થઈ હતી પહેલી મુલાકાત
રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ બંનેની લવસ્ટોરી પણ સુપર ફિલ્મી છે.
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડના પાવર કપલ છે. આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. આજે તેમની પહેલી વેડિંગ એનિવર્સરી (Wedding Anniversary) છે. આ જોડીની લવસ્ટોરી પણ સુપરફિલ્મી છે. રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ તેમની રિયલ લવસ્ટોરી વિશે બહુ ઓછા લોકોને ખબર છે.
રણવર અને દીપિકા બંનેની પહેલી મુલાકાત Zee Cine Awardsમાં થઈ હતી. એ સમયે રણવીરે પહેલીવાર દીપિકાને જોઈ હતી અને તે દીપિકાને જોઈને એના પર ફિદા થઈ ગયો હતો. આ જોડીને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામલીલામાં સાથે કામ કરવાની તક મળી હતી. તેમને આ ફિલ્મના સેટ પર સાથે સમય પસાર કરવાની તક મળી અને તેમનો પ્રેમ પુરબહારમાં ખીલી ઉઠ્યો.
ગોલિયોં કી રાસલીલા રામલીલામાં રણવીર અને દીપિકા વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી હતી. આ બંનેએ તેમના સંબંધને સિક્રેટ રાખવાનો બહુ પ્રયાસ કર્યો હતો પણ દુનિયાને આખરે ખબર પડી ગઈ હતી. તેમનો પ્રેમ પુરબહારમાં હતો ત્યારે શૂટિંગમાં એક કિસિંગ સીન દરમિયાન ડિરેક્ટરે સીન કટ કર્યો પછી પણ બંને એકબીજાને કિસ કરતા રહ્યા હતા. તેમની આ હરકતને કારણે આખી દુનિયાને તેમના પ્રેમપ્રકરણની માહિતી મળી ગઈ હતી.
જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે