પરણી ગઈ સનમ સામે...વાળી હીરોઈન? લગ્નના ફોટા વાયરલ થયા અને પાગલ થઈ પબ્લિક!

દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના થઈ ગયા છે લગ્ન! સોશિયલ મીડિયા પર હાલ આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેને કારણે આ મુદ્દો હાલ ચર્ચામાં આવી ગયો છે. એક સમય હતો ત્યારે પુષ્પા ફિલ્મ બાદ તેની અભિનેત્રી રશ્મિકા મંદાના રાતો-રાત સ્ટાર બની ગઈ હતી. અને તે રાતો-રાત કરોડો લોકોના દિલ પર રાજ કરવા લાગી હતી. તે એક પ્રકારે નેશનલ ક્રશ બની ગઈ હતી.

પરણી ગઈ સનમ સામે...વાળી હીરોઈન? લગ્નના ફોટા વાયરલ થયા અને પાગલ થઈ પબ્લિક!

નવી દિલ્હીઃ અલ્લૂ અર્જૂનની પુષ્પા ફિલ્મ તમે જોઈ જ હશે. સાઉથની આ ફિલ્મે બોલીવુડમાં એવા ઝંડા ગાડ્યા કે શું કહેવું. સલમાન-શાહરૂખની પછાડીને અલ્લૂ અર્જૂને એક ફિલ્મથી બોલીવુડના બોક્સ ઓફિસને હચમચાવી દીધું હતું. સનમ સામે...સનમ સામે...ગીતમાં ધૂમ મચાવનારી આ ફિલ્મની હીરોઈન રશ્મિકા મંદાનાએ લગ્ન કરી લીધાં હોવાની વાત વાયુવેગે વહેતી થઈ છે. આ હીરોઈનની તસવીરો વાયરલ થતા હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે. 

સોશિયલ મીડિયા પર હાલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં બન્ને દૂલ્હા-દૂલ્હનના પરિવેશમાં જોવા મળી રહ્યાં છે. આ ફોટા જોઈને લાગે છેકે, બન્નેના લગ્ન થઈ ગયા છે. ઉલ્લેખનીય છેકે, એક સમયે રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ગઈ હતી. બોલીવુડની બધી હીરોઈનોને પણ પાછળ છોડીને તેણે આ પ્રસિદ્ધિ મેળવી હતી. દર્શકો તેની એક જલક જોવા માટે પાગલ બનતા હતાં.

 

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે, વિજયે એક ચેટ શો દરમિયાન આ વાતને નકારીને અફવામાં ખપાવી હતી.. હાલમાં સો.મીડિયા પર વિજય દેવરકોંડા અને રશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે... વિજય અને રશ્મીકાની આ તસ્વીર વાયરલ થયા પછી ઈન્ટરનેટ પર ધમાલ મચી ગઈ છે... જોકે, વિજય અને રશ્મિકાની વાયરલ થયેલી તસ્વીર ખોટી છે. વાસ્તવમાં વિજયના એક ફેને એક્ટરની તસવીરને મોફર્ડ કરી છે... અને આ ફોટો ફેન-એડિટેડ છે.. એવામાં વિજય અને રશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની વાત સાવ ખોટી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news