બિપાશા બાસુ પ્રેગનન્ટ? LATEST PHOTOS જોવા કરો ક્લિક અને પછી કરો નક્કી 

બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover)ના ચાહકો તેઓ ક્યારે માતા-પિતા બનવા છે એ જાણવા માટે ઉત્સુક છે

બિપાશા બાસુ પ્રેગનન્ટ? LATEST PHOTOS જોવા કરો ક્લિક અને પછી કરો નક્કી 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ (Bipasha Basu) 2016માં એક્ટર કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) સાથે લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નને ચાર વર્ષ થવાના છે ત્યારે તેના ચાહકો એ જાણવા ઉત્સુક છે કે તેઓ ક્યારે માતા-પિતા બનવાના છે. હાલમાં સોશિયલ મીડિયામાં બિપાશાની પતિ કરણ સિંહ ગ્રોવર સાથેની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે પ્રેગનન્ટ મહિલા જેવી લાગી રહી છે. તેની આ તસવીર વાયરલ થઈ રહી છે અને લોકો તેને પ્રેગનન્સી વિશે સવાલો કરી રહ્યા છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

બિપાશાએ હાલમાં જ બોલિવૂડમાં 18 વર્ષ પુરા કર્યા છે. બિપાશાએ ફિલ્મ અજનબીથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર, બોબી દેઓલ અને કરીના કપૂર ખાન પણ હતા. આ ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. બિપાશા છેલ્લા કેટલાક દિવસોથી પડદા પર નથી દેખાઈ. તે છેલ્લે 2015માં કરણ સાથે અલોનમાં જોવા મળી હતી. 

હવે સમાચાર મળી રહ્યા છે કે, બિપાશા જલ્દી જ મોટા પડદા પર પરત ફરી રહી છે. ખાસ વાતા તો એ છે કે, બિપાશા આ ફિલ્મમાં પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની અપોઝિટમાં કામ કરશે. આ બંનેની ફિલ્મનું નામ ‘આદત’ છે. જેને બોલીવુડ સિંગર મીકા સિંહ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બિપાશા લંડનની એક ક્રોધિત પોલીસ ઓફિસની ભૂમિકા ભજવશે તો, કરણ NRI બિઝનેસમેનના પાત્રમાં નજર આવશે. આ ફિલ્મના વધારે પડતા ભાગની શૂટિંગ લંડનમાં થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news