IND vs SA: વરસાદને કારણે ધર્મશાળામાં રમાનારી પ્રથન વનડે મેચ રદ્દ


ભારત અને આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી મેચ 15 માર્ચે લખનઉમાં રમાશે. 

IND vs SA: વરસાદને કારણે ધર્મશાળામાં રમાનારી પ્રથન વનડે મેચ રદ્દ

ધર્મશાળાઃ ભારત અને દક્ષિમ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. ધર્મશાળા મેદાન પર દિવસભર વરસાદ ચાલું રહ્યો હતો. આખરે અમ્પાયરોએ સાંજે 5 કલાક સુધીની રાહ જોઈ જેથી 20-20 ઓવરની મેચ રમી શકાય. પરંતુ સાડા ચાર કલાક રાહ જોયા બાદ પણ વાદળો ન હટ્યા અને મેદાન પર કવરોથી ઢંકાયેલું હતું. અમ્પાયરોએ સ્થિતિનું નિરીક્ષણ કર્યાં બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રણ વનડે મેચની સિરીઝની બીજી મેચ 15 માર્ચે લખનઉમાં રમાશે. 

સપ્ટેમ્બર 2019માં જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી તો ટી20 સિરીઝની પ્રથમ મેચ ધર્મશાળામાં રમાવાની હતી. વરસાદને કારણે આ મુકાબલો પણ ટોસ વગર રદ્દ થયો હતો. 

— BCCI (@BCCI) March 12, 2020

ભારત-આફ્રિકાનો રેકોર્ડ
ધર્મશાળામાં વનડે મેચ રદ્દ થવાથી આ સિરીઝ માત્ર બે મેચની રહી જશે. બીજી વનડે મેચ 15 માર્ચે લખનઉ અને ત્રીજી મેચ 18 માર્ચે કોલકત્તામાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વનડે મેચોના રેકોર્ડની વાત કરીએ તો 84 મેચોમાં આફ્રિકાની ટીમે 46 મેચ જીતી જ્યારે ભારતે 35 મેચ જીતી છે. 3 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news