સિંધિયાને હું કોલેજના જમાનાથી જાણું છું, તે પોતાના રાજકીય ભવિષ્યને લઈને ડર્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે- એક તરફ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, બીજી તરફ ભાજપ અને આરએસએસની વિચારધારા છે. જ્યોતિરાદિત્ય ડરી ગયા. તેમણે પોતાની વિચારધારાને ખિસ્સામાં રાખી લીધી છે અને ભાજપમાં જોડાયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે પોતાના 'મિત્ર' જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવા પર પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. રાહુલે કહ્યું કે, સિંધિયાએ પોતાની વિચારધારાને ખિસ્સામાં રાખી પરંતુ તેમને જલદી અનુભવ થશે કે તેમણે શું કર્યું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ભાજપમાં સિંધિયાને સન્માન મળશે નહીં.
સિંધિયાને સારી રીતે ઓળખું છું- રાહુલ
રાહુલ ગાંધીએ સિંધિયા સાથે પોતાની મિત્રતાને યાદ કરતા કહ્યું કે, તેઓ તેની વિચારધારાને સારી રીતે જાણે છે પરંતુ તેમણે રાજકીય ભવિષ્ય માટે વિચારધારાનો ત્યાગ કર્યો. રાહુલે કહ્યું, 'આ વિચારધારાની લડાઇ છે, એક તરફ કોંગ્રેસ અને બીજીતરફ ભાજપ-આરએસએસ છે. હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારાને જાણું છું, તેઓ કોલેજથી મારા મિત્ર હતા, હું તેમને સારી રીતે જાણું છું.'
#WATCH Rahul Gandhi, Congress: This is a fight of ideology, on one side is Congress & BJP-RSS on the other. I know Jyotiraditya Scindia's ideology, he was with me in college, I know him well. He got worried about his political future, abandoned his ideology and went with RSS. pic.twitter.com/YhtNEam29f
— ANI (@ANI) March 12, 2020
તેમને બાદમાં ખ્યાલ આવશે કે શું કર્યું
સિંધિયા પર રાજકીય ભવિષ્ય માટે વિચારધારાને તિલાંજલિ આપવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું, 'તેઓ પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત હતા, તેમણે પોતાની વિચારધારાનો ત્યાગ કર્યો અને આરએસએસની સાથે ચાલ્યા ગયા છે. સિંધિયાએ પોતાની વિચારધારાને ખિસ્સામાં રાખી છે. જલદી તેને અનુભવ થશે કે તેણે શું કર્યું છે. સિંધિયા પોતાના રાજકીય ભવિષ્યને લઈને ડરેલા હતા.'
સિંધિયાને ભાજપમાં નહીં મળે સન્માન
મીડિયા સાથે વાત કરતા રાહુલે સિંધિયાના સવાલ પર વારંવાર પોતાની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, જ્યોતિરાદિત્યના દિલમાં કંઇક, જીભ પર કંઇક અલગ છે. તેમણે કહ્યું, 'વાસ્તવિકતા તે છે કે તેમને ત્યાં (ભાજપમાં) સન્માન નહીં મળે અને ત્યાં સંતુષ્ટ થશે નહીં. તેને તેનો અનુભવ બાદમાં થશે, મને ખ્યાલ છે કારણ કે હું લાંબા સમયથી તેનો મિત્ર છું. સિંધિયાના દિલમાં કંઇક અલગ છે અને જીભ પર કંઇક અલગ છે.'
કોરોનાઃ દિલ્હીના સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ, કેજરીવાલ સરકારે જાહેર કરી મહામારી
હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, રાજ્યસભાની ટિકિટ નથી કરી રહ્યો નક્કી
પોતાની કોર ટીમના સભ્યોને રાજ્યસભાની ટિકિટ ન આપવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, હું રાજ્યસભાના ઉમેદવારોનો નિર્ણય લઈ રહ્યો નથી. હું દેશના યુવાઓને અર્થવ્યવસ્થા વિશે જણાવી રહ્યો છું. મારી ટીમમાં કોણ છે, મારી ટીમમાં કોણ નથી, તેનો કોઈ અર્થ નથી.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે