લગ્નના ત્રણ મહિનામાં જ પ્રિયંકા પ્રેગનન્ટ? તસવીરોએ ફોડી દીધો ભાંડો

 ન્યુ યોર્ક ફેશન વીક (NYFW)માં પ્રિયંકાના અપિયરન્સ પછી આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે

Trending Photos

લગ્નના ત્રણ મહિનામાં જ પ્રિયંકા પ્રેગનન્ટ? તસવીરોએ ફોડી દીધો ભાંડો

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને હજી ત્રણેક મહિના થયા છે અને તેની પ્રેગનન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ન્યુ યોર્ક ફેશન વીક (NYFW)માં પ્રિયંકાના અપિયરન્સ પછી આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. ન્યુયોર્ક ફેશન વીકમાં પ્રિયંકાને જોઈને બધાને લાગી રહ્યું છે કે તેનું પ્રથમ ટ્રાઇમેસ્ટર ચાલી રહ્યું છે. પ્રિયંકાએ આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પણ થોડા સમય પહેલાં રિપોર્ટર્સ સાથેની વાત કરી હતી કે તે ‘ઓર્ગેનિક’ રીતે માતા બનવા માંગે છે.

જો કે પ્રિયંકા-નિકના નજીકના મિત્રોએ પિંકવિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બંને બાળકને આવકારવા આતુર છે. બંને પોતાના ભત્રીજાઓથી પણ ખૂબ ક્લોઝ છે અને તેમને ભરપૂર લાડ લડાવે છે. ન્યુ યોર્ક ફેશન વિકમાં તેના માઈકલ કોર્સના ફેશન શોનો લૂક જોઈને લોકોને લાગી રહ્યું છે કે તેનો બેબી બમ્પ દેખાય છે.

લગ્ન પછી તરત જ પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે ''હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઇચ્છું છું. મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news