ન્યૂડ થઈને સીન શૂટ કરવા માટે આ અભિનેત્રીએ પીધો હતો દારૂ, શુટિંગ બાદ ખુબ રડી હતી

સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની નેટફ્લિક્સ વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' હાલના દિવસોમાં પોતાના બોલ્ડ સીન અને રાજનીતિ રેફરન્સના કારણે ચર્ચાનો વિષય બની છે.

ન્યૂડ થઈને સીન શૂટ કરવા માટે આ અભિનેત્રીએ પીધો હતો દારૂ, શુટિંગ બાદ ખુબ રડી હતી

મુંબઈ: સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની નેટફ્લિક્સ વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' હાલના દિવસોમાં પોતાના બોલ્ડ સીન અને રાજનીતિ રેફરન્સના કારણે ચર્ચાનો વિષય બની છે. ફિલ્મને દર્શકોએ ખુબ વખાણી છે. બીજી બાજુ ફિલ્મનો એક ન્યૂડ સીન પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી રહેલી કુબ્રા સેતે એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કરતા આ ન્યૂડ સીન વિશે અનેક વાતો કરી. બોલ્ડ સીન અંગે વાત કરતા કુબ્રાએ કહ્યું કે શુટિંગ પહેલા જ અનુરાગ કશ્યપે જણાવી દીધુ હતું કે વાર્તાની ડિમાન્ડ પ્રમાણે તેણે એક ન્યૂડ સીન આપવો પડશે. આ વેબ સિરીઝમાં કુબ્રા સેતે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. 

સેક્રેડ ગેમ્સમાં એક સીન એવો છે કે જેમાં નવાઝુદ્દીન અને કુબ્રા વચ્ચે ફિલ્માવવામાં આવ્યો છે. આ સીનમાં કુબ્રા રોતા રોતા નવાઝ સામે પોતાના વસ્ત્રો ઉતારી નાખે છે. કુબ્રાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના માટે આ સીન ભજવવો ખુબ જ મુશ્કેલ હતો. જ્યારે આ સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે ડાઈરેક્ટર અનુરાગ કશ્યપ વારંવાર રીટેક લઈ રહ્યાં હતાં. આ સીનને સાતવાર શૂટ કરવામાં આવ્યો હતો. આ સીનને શૂટ કરતા પહેલા અનુરાગે મને પૂછ્યું હતું કે શું હું વાઈન પીવાનું પસંદ કરું છું. તો મેં હા કહેવા પર તેમણે મને વ્હીસકી લાવીને આપી અને દારૂ પીને ડાઈલોગ બોલવા જણાવ્યું. આ સીન ખુબ ઈન્ટેન્સ હતો. કદાચ એ જ કારણ હતું કે તેને સાતવાર શૂટ કરવાની જરૂર પડી.

શુટિંગ બાદ અનુરાગે મને કહ્યું કે આ વાર્તાની જરૂરિયાત હતી આથી તેણે કરવું પડ્યું. આ માટે તું મને નફરત ન કરતી. તેમણે આ સીનને લઈને કહ્યું કે જ્યારે આ સીન શૂટ થશે ત્યારે તને અહેસાસ થશે કે આ કેટલો મહત્વનો હતો. જ્યારે તમે ખુબ સારું કામ કરો છો ત્યારે તમને કોઈ ચીજ ખોટી લાગતી નથી. 

અત્રે જણાવવાનું કે NETFLIXની આ સિરીઝની વાર્તા 80ના દાયકાની છે જે સરતાજ સિંહ એટલે કે સૈફ અલી ખાનની આસપાસ ઘૂમે છે. તે મુંબઈ પોલીસનો એક ઓફિસર છે જે અપરાધી ગણેશ ગાયતોન્ડે સામે લડે છે. ગણેશ પોતાને ભગવાન સમજે છે. ફિલ્મ વિક્રમ ચંદ્રાના ઉપન્યાસ પર આધારિત છે. આ શોમાં બોફોર્સ કાંડનો પણ ઉલ્લેખ કરાયો છે. સેક્રેડ  ગેમ્સને વિક્રમાદિત્ય મોટવાણી અને અનુરાગ કશ્યપે મળીને દિગ્દર્શિત કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news