Entertainment News : Salman Khanને ભારે પડી ગયો Corona,‌ ફસાયો મોટા સંકટમાં 

હાલમાં આખી દુનિયા કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ સામે લડી રહી છે ત્યારે એની અસર બોલિવૂડ પર પણ પડી છે. 

Entertainment News : Salman Khanને ભારે પડી ગયો Corona,‌ ફસાયો મોટા સંકટમાં 

નવી દિલ્હી : હાલમાં આખી દુનિયા કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ સામે લડી રહી છે ત્યારે એની અસર બોલિવૂડ પર પણ પડી છે. વડાપ્રધાને દેશમાં 25 માર્ચથી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ દરમિયાન ફિલ્મો અને ટીવી શોના શૂટિંગ બંધ છે અને થિયેટરોને તાળા વાગી ગયા છે. આખી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઠપ પડી છે. આ પરિસ્થિતિની અસર સલમાન ખાન (Salman Khan)ની આગામી ફિલ્મ રાધે પર પણ પડી છે.

સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ 22 મે એટલે કે ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે આ ફિલ્મ કદાચ ઈદ પર રિલીઝ થશે નહીં. આ ફિલ્મનં હજી આઠથી દસ કામ બાકી છે. થોડું શૂટિંગ, પેચવર્ક, VFX સહિતના કામો હજી પૂરા થયા નથી. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનું શૂટિંગ થાઈલેન્ડમાં થવાનુ હતું પરંતુ કોરોનાવાઈરસને કારણે કેન્સલ કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ મુંબઈમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 8-10 દિવસનું શૂટિંગ બાકી છે, આમાં સલમાન તથા દિશા પટની વચ્ચેનું એક ગીત પણ સામેલ છે. જો 14 એપ્રિલે લોકડાઉન પૂરું થઈ જાય તો ફિલ્મના યુનિટ પાસે માત્ર 40 દિવસનો સમય છે અને આ સમયમાં આ બધું જ કામ પૂરું કરવું મુશ્કેલ છે. આથી જ માનવામાં આવે છે કે મેકર્સે ફિલ્મને ઈદ પર રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે. જોકે, હજી આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#RadheEid2020 . . . Day 1

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ટ્રેડ એનાલિસ્ટ એમ પણ કહી રહ્યાં છે ‘સૂર્યવંશી’ અને ‘83’ પછી જ આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. બીજી તરફ  વરુણ ધવન અને સારા અલી ખાનની ‘કૂલી નંબર વન’ની રિલીઝ પણ મોકૂફ રાખવામાં આવી શકે છે. આ ફિલ્મ પહેલી મેએ રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ જૂન પછી જ રિલીઝ થશે. સલમાનની રાધેમાં સલમાન-દિશા ઉપરાંત જેકી શ્રોફ, રણદીપ હુડા જેવા કલાકારો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news