સલમાન ખાને બધાને ચોંકાવ્યા, કાલે કરશે લગ્નની જાહેરાત!

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે સલમાનને તેના લગ્નના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે વિચારી રહ્યો છે કે તેણે 23 મેએ પોતાના લગ્નનું એલાન કરવું જોઈએ. 
 

 સલમાન ખાને બધાને ચોંકાવ્યા, કાલે કરશે લગ્નની જાહેરાત!

નવી દિલ્હીઃ બોલીવુડના 'દબંગ' સલમાન ખાનના લગ્નને લઈને ભાગ્યે જ સમાચાર આવતા રહે છે. ખાસ કરીને તેના ફેન્સ તેના લગ્નના સમાચાર સાંભળવા માટે ઘણા ઉત્સાહિત રહે છે. પરંતુ એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે વાત કરતા સલમાન ખાને તમામને ચોંકાવી દીધા છે. જી, હાં, તેણે કહ્યું કે, તે 23 મેએ લગ્નની જાહેરાત કરવાના છે. ચોંકી ગયા ને! તમને ફરી લાગી રહ્યું હશે કે આ કોઈ અફવા છે, જો તમે આવું કંઇ વિચારી રહ્યાં છો તો તમે ખરેખર યોગ્ય છો. હકીકતમાં સલમાને તે વાત કરી જરૂર છે, પરંતુ તે માત્ર મજાક હતી. 

23 મેએ કરશે એલાન
મુંબઈ મિરરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે સલમાન ખાનને તેના લગ્નના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે શું વિચારી રહ્યાં છે કે તેણે 23 મેએ પોતાના લગ્નનું એલાન કરવું ડોઈએ. સલમાને આ વાત મજાકમાં કહી, કારણ કે સલમાનને ખ્યાલ છે કે 23 મેએ લોકસભા ચૂંટણીની મતગણના થવાની છે. તે દિવસે નક્કી થશે કે આગામી 5 વર્ષો સુધી આપણા દેશના વડાપ્રધાન કોણ બનશે. સલમાનને લાગે છે કે તેના લગ્નથી વધુ મહત્વપૂર્ણ વિષય તે હશે અને લોકોનું ધ્યાન કાઉન્ટિંગ પર હશે. તેથી લોકો સલમાનના લગ્ન પર વધુ ધ્યાન આપશે નહીં. 

સલમાને વ્યક્ત કરી છે પિતા બનવાની ઇચ્છા
આ સાથે ઈન્ટરવ્યૂમાં સલમાને પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, તેને બાળક જોઈએ, પરંતુ બાળકની સાથે માં આવે છે અને તેને માં જોતી નથી, પરંતુ તેને એક બાળકની જરૂર છે. તેણે કહ્યું કે, તેની પાસે બાળકની દેખરેખ કરવા માટે એક આખુ ગામ છે. તેનાથી બની શકે કે બધાની ખુશી માટે તે તેના પર કામ કરે. મહત્વનું છે કે આ દિવસોમાં સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ભારત માટે વ્યસ્ત છે. આ ફિલ્મમાં એકવાર ફરી કેટરીના કેફ જોવા મળશે. ફિલ્મ ઇદના તહેવાર પર 5 જૂને રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news