PHOTOS : સલમાન ખાનના બર્થડે પર થશે ગ્રાન્ડ પાર્ટી, સોહેલના ઘરે તૈયારીઓ શરૂ

સલમાન ખાનના બર્થડેના દિવસે પહેલાથી જ તેની પાર્ટીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

PHOTOS : સલમાન ખાનના બર્થડે પર થશે ગ્રાન્ડ પાર્ટી, સોહેલના ઘરે તૈયારીઓ શરૂ

નવી દિલ્હી: બોલીવુડના દબંગ ખાન સલમાન 27 ડિસેમ્બરે તેનો 53મો બર્થછ સેલિબ્રેટ કરવા જઇ રહ્યો છે. ભાઇના બર્થડેને લઇને એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટી માટે ફેમિલી અને મિત્રો સહિત ખાન ફેમિલી પનવેલ પાસે આવેલા ફાર્મ હાઉસમાં જવા માટે રવાના થઇ ગયા છે. મુંબઇથી સામે આવેલી તસવીરોમાં સોહેલ ખાનના ઘરની બહાર મલાઇકા અરોડા અને તેની બહેન અમૃતા અરોડાની સાથે દેખાઇ હતી. આ તસવીરોમાં સોહેલ ખાન અને અરબાજ ખાન તેના પુત્ર સાથે દેખાયો હતો.

salman khan birthday

સલમાન ખાનના જન્મદિવસ પહેલા ક્રિસમસ ડે પાર્ટીનું પણ ખાન ફેમિલી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.  ક્રિસમસ પાર્ટીમાં સલમાનના ઘરે અનેક બોલીવુડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

salman khan birthday
(તસવીર: Yogen Shah )

ક્રિસમસ પાર્ટીના એક વીડિયો સોશિય મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કારણ કે, આ પાર્ટી દરમિયાન સલમાન, અરબાઝ અને સોહેલ ખાને જોરદાર ડાંસ કર્યો હતો, જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સલમાન ખાને ખુદ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Merry Xmas to all....

A post shared by Salman Khan (@beingsalmankhan) on

 

મહત્વનું છે, કે સલમાનના પનવેલ ફોર્મ હાઉસમાં યોજાવનારી પાર્ટીમાં બોલીવુડના તમામ સ્ટાર્સ આવે તેવી શક્યતાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news