IPL 2018: નાના 'પઠાણ'ને પસંદ આવી ગયું સલમાનનું Lucky બ્રેસલેટ, જુઓ Cute Pics

સલમાન ખાને બાળકો સાથે કેટલો પ્રેમ છે, એ તો ઘણીવાર જોવા મળે છે. પોતાની બહેન અર્પિતા ખાનના પુત્ર આહિલ સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. આમ તો સલમાન ખાન બોલીવુડના દબંગ ખાન તરીકે ફેમસ છે, પરંતુ બાળજ્કો આગળ તે દબંગ પણ ખૂબ નરમ પડી જાય છે. 

IPL 2018: નાના 'પઠાણ'ને પસંદ આવી ગયું સલમાનનું Lucky બ્રેસલેટ, જુઓ Cute Pics

નવી દિલ્હી: સલમાન ખાને બાળકો સાથે કેટલો પ્રેમ છે, એ તો ઘણીવાર જોવા મળે છે. પોતાની બહેન અર્પિતા ખાનના પુત્ર આહિલ સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. આમ તો સલમાન ખાન બોલીવુડના દબંગ ખાન તરીકે ફેમસ છે, પરંતુ બાળજ્કો આગળ તે દબંગ પણ ખૂબ નરમ પડી જાય છે. આવો જ કંઇક નજારો રવિવારે આઇપીએલ દરમિયાન પણ જોવા મળ્યો, જ્યાં સલમાન ખાન નાના પઠાણ સાથે કંઇ આ અંદાજમાં જોવા મળ્યો. 

— Salman_is_life27 (@ibeing_naina) May 28, 2018

રવિવારે આઇપીએલની ફાઇનલમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં થયો. હૈદ્વાબાદ અને ચેન્નઇ વચ્ચે રમાયેલી આ ફાઇનલ મેચ દરમિયાન ફિલ્મ 'રેસ 3'ની સ્ટારકાસ્ટ કોમેંટ્રી બોક્સમાં જોવા મળી. આ દરમિયાન સલમાન ખાન ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે કોમેંટ્રી બોક્સમાં મેચની કોમેંટ્રી કરતાં જોવા મળી. એવામાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઇ રહ્યા છે જેમાં સલમાન ખાન ઇરફાન પઠાણના પુત્ર સાથે બેકસ્ટેજ પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં તમને નાનો 'પઠાણ' સલમાન ખાનની ફેવરેટ બ્રેસલેટ સાથે રમતો જોવા મળી રહ્યો છે.

— Salman Khan Films (@SKFilmsOfficial) May 27, 2018

તમને જણાવી દઇએ કે સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ 'રેસ 3'ના પ્રમોશનમાં જોરદાર લાગેલો છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે બોબી દેઓલ, સાકિબ સલીમ, જૈકલીન ફર્નાંડીઝ, ડેઝી શાહ, અનિલ કપૂર જેવા સ્ટાર્સ જોવા મળશે. 'રેસ' સીરીઝની આ પહેલી ફિલ્મ છે, જેમાં સલમાન ખાન જોવા મળશે. આ પહેલાં બે ફિલ્મોમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news