પાકમાં. બિન મુસ્લિમ વોટર્સમાં હિંદુ સૌથી આગળ: લઘુમતી મતદાતાઓમાં 30 ટકાનો વધારો
પાકિસ્તાનમાં હિંદુથી માંડીને પારસી મતદાતાઓનાં પ્રમાણમાં વધારો થયો છે
Trending Photos
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી થવા જઇ રહી છે. આ વખતે દેશમાં બિન મુસ્લિમ અથવા ધાર્મિક લઘુમતી વોટર્સની સંખ્યા 30 ટકા વધી ગઇ છે. વર્ષ 2013ની સામાન્ય ચૂંટણીમાં જ્યારે દેશની નોંધાયેલ લઘુમતીમતદાતાઓનું પ્રમાણ 27 લાખ 70 હજાર હતી. તે સંખ્યા આ વખથે વધીને 36 લાખ 30 હજાર થઇ ચુકી છે. તેમાંથી 17લાખ 70 હજાર હિંદુ મતદાતાઓ છે. જેની સંખ્યામાં 3.70 લાખનો વધારો થયો છે.
ડોન ન્યુઝનાં અનુસાર હાલનાં અધિકારીક આંકડાઓ અનુસાર લઘુમતી વોટર્સમાં હિંદુ મતદાતાઓનું પ્રમાણ સૌથી વધારે છે. વર્ષ 2013ની પેટા ચૂંટણી સમયે હિંદુ વોટર્સની સંખ્યા 14 લાખ હતી જ્યારે લઘુમતી મતદાતાઓ 27.70 લાખ મતદાતાઓ હતા. સૌથી વધારે હિંદુ મતદાતાઓ સિંધ પ્રાપ્તમમાં છે. જ્યાં 2 જિલ્લામાં કુલ 40 ટકા વસ્તી હિંદુઓની ીછે.
ક્રિશ્ચિયન વોટર્સ બીજા નંબર પર
બિન મુસ્લિમ મતદાતાઓ બીજા નંબર પર છે. પાકિસ્તાનમાં આ વખતે 16.40 લાખ ક્રિશ્ચિયન વોટર્સ નોંધાયા છે. તેમાંથી 10 લાખ ક્રિશ્ચિયન પંજાબ પ્રાંતમાં રહે છે જે આશરે 2 લાખ સિંઘ પ્રાંતમાં રહે છે. વર્ષ 2013ની પેટા ચૂંટણીને જોતા હિંદુઓની તુલનામાં ક્રિશ્ચિયન લોકોની વસ્તીમાં ઝડપી વધારો થયો છે.
શિખ મતદાતાઓ વધ્યા
અહેમદી મતદાતાઓની સંખ્યા 1.67 લાખ છે. જેમાંથી મોટા ભાગનાં પંજાબ, સિંઘ અને ઇસ્લામાબાદમાં રહે છે. આ સંખ્યા વર્ષ 2013ની પેટાચૂંટણીમાં 1.15 લાખ હતી. તે ઉપરાંત 8 હજાર શિખ મતદાતા છે જેમાંથી મોટા ભાગનાં ખેબર પખ્તુનવા, સિંઘ અને પંજાબ પ્રાંતમાં રહે છે. વર્ષ 2013માં તેઓની સંખ્યા 5 હજાર હતી. પારસી મતદાતાઓ 2013માં 3650 હતા જે વધીને 4235 થઇ છે. જ્યારે બૌદ્ધો 1452થી વધીને 1884 થઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે