બોપલ હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર પિતાની ધરપકડ, સગીરનો ખુલાસો- 'પપ્પાએ મંજૂરી આપી હતી'

અમદાવાદના બોપલમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં સગીર આરોપીના પિતા મિલાપ શાહ પોલીસ સામે હાજર થયા છે. બિલ્ડરના પુત્રએ મર્સિડિઝ ગાડીથી અકસ્માત સર્જી સિક્યુરિટી ગાર્ડનો જીવ લીધો છે. વધુ તપાસ માટે પોલીસ ત્રણ દિવસના રિમાન્ડ માંગવા તજવીજ હાથ ધરી.

બોપલ હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર પિતાની ધરપકડ, સગીરનો ખુલાસો- 'પપ્પાએ મંજૂરી આપી હતી'

ઉદય રંજન/અમદાવાદ: ગઇ તારીખ 14મીની રાત્રે અમદાવાદના બોપલના સુબો સેન્ટર રોડ નજીક હિટ એન્ડ રન કેસનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ગોવિંદ સિંહ નામના વ્યક્તિ નું મોત નિપજ્યું હતું અને સગીર કાર ચાલક મર્સિડીઝ કાર લઇને ફરાર થાય ગયો હતો. જે અકસ્માતની તપાસ કરતા કાર સગીરના પિતા મિલાપ શાહની હોવાનું સામે આવતા સગીરને નજર કેદ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસમાં બોપલ પોલીસે કલમનો ઉમેરો કરી બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ કરી છે. 

બોપલ હિટ એન્ડ રન કેસમાં સગીર બેફામ કાર હંકારી મુળ ઉત્તરપ્રદેશમાં રહેતા અને ગાર્ડ તરીકે નોકરી કરતા 34 વર્ષીય ગોવિંદસીંગનું મોત નિપજાવવાના કેસમાં સગીરને નજરકેદ કરી કાયદાકીય પ્રક્રિયા કરી હતી. હીટ એન્ડ રન કેસમાં સગીરના પિતા બિલ્ડર એવા મિલાપ શાહની પણ બોપલ આંબલી રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પિતાના પ્રાથમિક નિવેદન દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે કે ખુદ આરોપી મિલાપ શાહે સગીરને કાર લઈ જવા માટે પરવાનગી આપી હતી. ત્યારબાદ સગીર કોફીબારમાં જવા માટે મોમ્મદપુરા મિત્રો ઘરેથી નીકળ્યો તે દરમિયાન અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ પણ બનાવ અંગે સગીરે પિતા મિલાપ શાહને જાણકારી આપી હતી.જેથી આરોપી મિલાપ શાહ પણ છેલ્લા બે દિવસથી ધરપકડથી બચવા નાસ્તા ફરતા હતા. 

બીજી તરફ તપાસ કરનાર અધિકારીએ સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનાર સાહેદના નિવેદનના આધારે બીએનએસની કલમ 105 અને એમવીએક્ટની કમલ ઉમેરવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. સાથોસાથ એમવી એકટ 181 અને 199(A) કલમ હેઠળ નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. પોલીસની વાત માનીએ તો સગીરની પૂછપરછ દરમિયાન જ પિતા મિલાપ શાહ છેલ્લા બે દિવસથી ફરાર થઈ ગયા હતા. જેને પકડવા બોપલ પોલીસ એલસીબી, એસઓજીની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બોપલ-આમલી રોડ ઉપરથી મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. 

આરોપી મિલપ શાહ નારોલ વિસ્તારમાં મીત કેમિકલ નામની ફેકટરી ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે આરોપી મિલાપ શાહ પોલીસ ધરપકડ બચવા સગાસંબંધીઓને ત્યાં પણ આશરો લીધો હોવાનું સામે આવતા વિગતવાર પૂછપરછ માટે પોલીસ ત્રણ દિવસના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે અગાઉ આ હિટ એન્ડ રન કેસમાં સગીરે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ  જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તે એમબીએમાં અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા શરૂ થવાની છે, જો પરીક્ષા ન આપી શકે તો તેનું આખુંય વર્ષ ખરાબ થાય તેવી શક્યતા છે. તેથી કોર્ટે ભવિષ્યને ધ્યાને રાખી વચગાળાના જામીન પર મુક્ત કરવો જોઈએ.’ આવી રજૂઆત બાદ કોર્ટે સગીરને 24 સપ્ટે. સુધી પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news