Pratik Gandhi ની બોલીવુડમાં બોલબાલા: 'વો લડકી હૈ કહા' માં તાપસી પન્નુ સાથે મચાવશે ધમાલ

SCAM 1992  વેબસિરીઝ બાદ ચારેતરફ પ્રતિક ગાંધીના અભિનયની ચર્ચા રહી છે. ગુજરાતી યુવક પ્રતિક ગાંધીએ પોતાની પહેલી વેબસિરીઝમાં તો કાઠું કાઢ્યું હવે તે બોલીવૂડમા ડંકો વગાડવા જઈ રહ્યો છે. પ્રતિક ગાંધી બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. પ્રતિક ગાંધીએ સોશિયલ મીડિયામાં તેની નવી ફિલ્મની જાહેરાત કરતા જ તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ ગયો છે.

Pratik Gandhi ની બોલીવુડમાં બોલબાલા: 'વો લડકી હૈ કહા' માં તાપસી પન્નુ સાથે મચાવશે ધમાલ

નવી દિલ્હીઃ પ્રતિક ગાંધી (pratik gandhi) ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી જાણીતું નામ છે. ન માત્ર ફિલ્મો પરંતું નાટકોમાં પણ પ્રતિકનો એક્કો રહ્યો છે.બે યાર, રોંગસાઈડ રાજુ, લવની ભવાઈ, લવની લવ સ્ટોરીઝ જેવી ગુજરાતી ફિલ્મોથી સ્ટાર બની જનાર પ્રતિક ગાંધી માટે હિન્દી વેબસિરીઝ સ્કેમ 1992 કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. હર્ષદ મહેતા બની ન માત્ર દર્શકો પરંતું ફિલ્મ નિર્માતાઓ અને મોટા અભિનેતાઓનું પણ દિલ જીતી લીધું. ત્યારે અનેક ઓફર્સ મેળવતા પ્રતિક ગાંધી  સિદ્ધાર્થ રોય કપૂરના પ્રોડકશન હાઉસ રોય કપૂર હાઉસના નેજા હેઠળ બનનારી ફિલ્મમાં બોલિવૂડની સફળ અભિનેત્રી તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

'વો લડકી હૈ કહા?' ફિલ્મની જાહેરાત કરાઈ
SCAM 1992 ફેમ પ્રતિક ગાંધીએ સોશિયલ મીડિયાના તેના તમામ હેન્ડલ પર આવનારી બોલિવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રતિકે પોસ્ટ કરી કે ' રસ્તો ખૂંદી રહ્યા છે તાપસી સાથે ગુમ છોકરીની શોધમાં! તૈયાર થઈ જાઓ મજેદાર મુસાફરી માટે. તાપસી પન્નુએ પણ પ્રતિક સાથેની કોમેડી ફિલ્મની જાહેરાત કરી.

Image preview

રોય કપૂર ફિલ્મ્સ પ્રોડકશને પણ તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફિલ્મની જાહેરાત કરી.. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર ફિલ્મી સિતારાઓએ પ્રતિકને આપી શુભેચ્છાઓ
પ્રતિક ગાંધીએ તેની નેકસ્ટ હિન્દી ફિલ્મની જાહેરાત કરતા જ તેના પર શુભેચ્છાઓનો ધોધ વરસી પડ્યો.  યુટ્યુબર આશિષ ચાંચલાની, મુક્તિ મોહન,  SCAM 1992ના ડિરેકટર હંસલ મહેતા, SCAM 1992માં રહી ચૂકેલી તેની કો એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરિએ અભિનંદન આપ્યા. ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર, દીક્ષા જોશી સહિતના કલાકારોએ પણ અભિનંદન આપ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news