સાઉથની સુપરહિટ ‘અર્જુન રેડ્ડી’નો અવતાર લેશે શાહિદ કપૂર, બનશે ‘કબીર સિંહ’

‘અર્જુન રેડ્ડી’ તેલગુની સુપરહિટ ફિલ્મ છે. તેમાં વિજય દેવરકોંડ અને શાલિની પાન્ડે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જો કે હેવ શાહિદ કપૂર અને કિયારા નિભાવશે.

સાઉથની સુપરહિટ ‘અર્જુન રેડ્ડી’નો અવતાર લેશે શાહિદ કપૂર, બનશે ‘કબીર સિંહ’

નવી દિલ્હી: શાહિદ કપૂર પાછલા કેટલાક દિવસોથી સાઉથની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેકમાં લાગ્યો છે. આ ફિલ્મનું ટાઇટલ હિન્દીમાં શું હશે, આ વાત પર અત્યાસુધી અસમંજસમાં હતા. પરંતુ છેલ્લે ફિલ્મના ટાઇટલનો ખુલાસો થઇ ગયો છે. શાહિદ કપૂરની આ ફિલ્મનું ટાઇટલ ‘કબીર સિંહ’ રાખવામાં આવ્યું છે. શાહિદની સાથે આ ફિલ્મમાં એક્ટ્રેસ કિયારા આડવાણી જોવા મળશે.

‘અર્જુન રેડ્ડી’ તેલગુની સુપરહિટ ફિલ્મ છે. તેમાં વિજય દેવરકોંડ અને શાલિની પાન્ડે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જો કે હેવ શાહિદ કપૂર અને કિયારા નિભાવશે. પહેલાથી આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે બોલીવુડની નવી સ્ટૂડેન્ટ એટલે કે એક્ટ્રેસ તારા સુતારિયાના સમાચારા મળી રહ્યા હતા. પરંતુ તારાએ આ ફિલ્મથી પોતાને દુર કરી લિધી હતી. તેલગુમાં આ ફિલ્મને સંદીપ વાંગ રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને હવે તે આ ફિલ્મની હિન્દી રીમેક પણ ડાયરેક્ટ કરવાના છે. આ ફિલ્મ આવતા વર્ષે 21 જૂને રીલીઝ થશે.

kabir singh

તેલુગૂ ફિલ્મ ‘અર્જૂન રેડ્ડી’ની સ્ટોરી પ્રેમમાં દગો મળેલા એક ગુસ્સાવાળો અને દારૂડીયા સર્જન પરની છે. લોકોએ આ મૂવીને ઘણી પસંદ કરી હતી. તમને જણાવી દઇએ કે ગત વર્ષે ઓપનિંગ વિકેન્ડમાં જ ‘અર્જૂન રેડ્ડી’એ લગભગ 31 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news