પિતાના નિધન પર Hardik Pandyaએ લખી ઇમોશનલ પોસ્ટ, ડેડીને કહ્યા 'હીરો'
હાર્દિક અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિમાંશુ પંડ્યાને (Himanshu Pandya) હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીની સવારે તેમનું નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) તેના પિતાના નિધનના એક દિવસ બાદ જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. હાર્દિક અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિમાંશુ પંડ્યાને (Himanshu Pandya) હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીની સવારે તેમનું નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા.
હાર્દિક પંડ્યાના (Hardik Pandya) મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા (Krunal Pandya) સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં (Syed Mushtaq Ali Trophy) બરોડાનો ભાગ હતા. તે બાયો બબલથી નીકળી ટીમને છોડી પોતાના પિતાના અંતિમ દર્શન માટે ઘરે રવાના થયો હતો. ક્રુણાલ પોતાના પરિવાર પાસે પહોંચ્યો હતો.
હાર્દિકે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક ભાવુક પોસ્ટ કરતા લખ્યું, 'મારા પિતા, મારા હીરો. તમને ગુમાવવાની વાતને સ્વીકાર કરવી જીવનની સૌથી મુશ્કેલ વસ્તુમાંથી એક છે. પરંતુ તમે અમારા માટે એટલી મોટી યાદ છોડી છે કે, અમે માત્ર કલ્પના કરી શકીએ છે કે, તમે સ્માઈલ કરી રહ્યા છે.
તેણે વધુમાં લખ્યું, તમારા દિકરા જ્યાં ઉભા છે, તે તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે છે. તમે હમેશા ખુશ હતા. હવે આ ઘરમાં તમારા ના હોવાથી મનોરંજન ઓછું થશે. અમે તમને ઘણો પ્રેમ કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું. તમારું નામ હમેશાં ટોપ પર રહેશે. મને એક વાત ખબર છે, તમે અમને ઉપરથી તે જ રીતે જોઈ રહ્યા છો, જે રીતે તમે અહીં જોતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે