ફિલ્મમાં કરેલા બોલ્ડ સીનના કારણે અભિનેત્રીથી છીનવાયો હતો દીકરો, જજે કરી હતી આવી કમેન્ટ
Sharon Stone Nude Scene: હોલીવુડ અભિનેત્રી શેરોન સ્ટોને ખુલાસો કર્યો કે 1992માં આવેલી તેની ફિલ્મ બેસિક ઇન્સ્ટિક્ટમાં આપેલા ન્યૂડ સીનને કારણે તેને કોર્ટમાંથી કસ્ટડી ન મળી શકી.
Trending Photos
નવી દિલ્હીઃ હોલીવુડની હૉટ ગણાતી અને હંમેશા ચર્ચામાં રહેલી અભિનેત્રીઓમાંથી એક એટલે શેરોન સ્ટોન. જેણે પોતાની બુક 'ધ બ્યૂટી ઓફ લિવિંગ ટ્વાઈસ'માં એક મોટો ખુલાસો કર્યો છે. શેરોન સ્ટોને દાવો કર્યો છે કે 1992માં આવેલી તેની ફિલ્મ 'બેસિક ઈન્સિટિંક્ટ'માં બતાવવામાં આવેલા એક ન્યૂડ સીનના કારણે તેને કોર્ટે દીકરાની કસ્ટડી નહોતી આપી. આ સીનથી તે રાતોરાત ફેમસ થઈ હતી. પરંતુ એક્ટ્રેસે દાવો કર્યો છે કે, તેની જાણ વિના આ સીન શૂટ થયો હતો. આ સાથે આ જ બુકમાં તેણે પોતાની સાથે થયેલા યૌનશોષણનો પણ દાવો કર્યો છે.
શેરોન સ્ટોને એક પોડકાસ્ટમાં વાત કરતા સમયે કહ્યું કે, મે દતક લીધેલા દીકરાની કસ્ટડી માટે અદાલતમાં મારી સામે મારી જ ફિલ્મના ન્યૂડ સીનનો ઉપયોગ કરાયો હતો. મારા બાળકને એવું પુછવામાં આવ્યું હતું કે, શું તે જાણે છે કે તેની માતા આવી ફિલ્મો બનાવે છે? આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે મે મારી ફિલ્મમાં એક ન્યૂડ સીન આપ્યો હતો.
શેરોન સ્ટોને એવું પણ કહ્યું કે, આ જ કારણે મે મારા દીકરાની કસ્ટડી ગુમાવી. શેરોને એવું પણ કહ્યું કે, આ સીન મારી જાણકારી અને સહમતિ વિના શૂટ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં તેને વર્ષ 1993માં એક અવૉર્ડ શોમાં તેને અપમાનિક કરવામાં આવી હતી. ફિલ્મ બેસિક ઈન્સ્ટિંક્ટને અવોર્ડ આપવા માટે જ્યારે તેનું નામ રાખવામાં આવ્યું તો લોકો હસવા માંડ્યા હતા. જો કે શેરોનની આ ફિલ્મ એક મોટી હિટ સાબિત થઈ ગતી. અને એ સમયની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે