વડોદરા કોર્પોરેશનની આબરૂ લૂંટાઈ; 10 દિવસ પહેલા બનેલો રોડ પીગળ્યો, VIDEO જોઈ તપી જશો
વડોદરામાં રોડ પર પાથરેલો ડામર પીગળ્યા ચારેબાજુ ચર્ચાનો વંટોળ ઉઠ્યા છે. હાથીખાનાથી કુંભારવાડા સુધીના રોડ પર ડામર પીગળ્યો છે. દસ દિવસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો છે. રોડ બનાવતી વખતે યોગ્ય રીતે રેતી ન નાખવાના કારણે ડામર પીગળી ગયો છે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં ઉનાળાના પ્રારંભે જ કોર્પોરેશનની આબરૂ લૂંટાઈ છે. હાથીખાનાથી કુંભારવાડા સુધીના રોડ પરનો ડામર પીગળ્યો છે. 10 દિવસ પહેલાં જ આ રોડ બનાવાયો હતો. રોડ પીગળતા વડોદરા કોર્પોરેશનની લાજ લૂંટાઈ છે, સાથે તંત્ર અને કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.
વડોદરામાં રોડ પર પાથરેલો ડામર પીગળ્યા ચારેબાજુ ચર્ચાનો વંટોળ ઉઠ્યા છે. હાથીખાનાથી કુંભારવાડા સુધીના રોડ પર ડામર પીગળ્યો છે. દસ દિવસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો છે. રોડ બનાવતી વખતે યોગ્ય રીતે રેતી ન નાખવાના કારણે ડામર પીગળી ગયો છે. રોડનો ડામર પીગળવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રના પાપે પરેશાની વેઠવાનો વારો આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાલિકાના ડેપ્યુટી મ્યુનિ કમિશનર હસમુખ પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું છે. રોડ પર રેતી ઓછા પ્રમાણમાં પાથરવામાં આવી હોવાથી ડામર પિગડ્યું હશે. સિલકોટ દરમિયાન ડામરનું પ્રમાણ વધુ થઈ જવાના કારણે પણ ડામર પીગડ્યું હશે. હાલમાં રોડ પર રેતી નાખી રોડને યોગ્ય કર્યો હતો. રોડના કામમાં ભ્રષ્ટાચાર અને અધિકારીની બેદરકારી ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા
વડોદરામાં ડામરનો રોડ પીગળતા વાહનોના ટાયર પણ ચોટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. તેમજ 10 દિવસમાં ડામર પીગળી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિપક્ષે 35 ડિગ્રી તાપમાનમાં 10 દિવસમાં ડામર ઉખડી જતા સત્તાધારી પક્ષ પર પ્રહાર કર્યા હતા અને કોન્ટ્રાક્ટર અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે