VIDEO: દુબઇમાં Dance કરતાં કરતાં શિલ્પા શેટ્ટીએ તોડી પ્લેટ્સ, 'પૈસાની બરબાદી' પર લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો
આમ તો શિલ્પા (Shilpa Shetty) નો અંદાજ તેમના ફેન્સને ખાસ પસંદ પડે છે, પરંતુ મંગળવારે રાત્રે શિલ્પા શેટ્ટીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેના લીધે સોશિયલ મીડિયા પર ખરી ખોટી સાંભળવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડની ફિટનેસ ડીવા શિલ્પા શેટ્ટી કુંદ્વા (Shilpa Shetty Kundra) હાલમાં દુબઇમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. શિલ્પા શેટ્ટી તે સેલીબ્રિટીઝમાંથી એક છે, જે પોતાના વેકેશનથી માંડીને પોતાના સંડે લંચ સુધીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આમ તો શિલ્પા (Shilpa Shetty) નો અંદાજ તેમના ફેન્સને ખાસ પસંદ પડે છે, પરંતુ મંગળવારે રાત્રે શિલ્પા શેટ્ટીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેના લીધે સોશિયલ મીડિયા પર ખરી ખોટી સાંભળવા મળી રહી છે. જોકે આ વીડિયોમાં શિલ્પા ડાન્સ કરતી નજરે પડે છે. આ વીડિયો દુબઇના કોઇ રેસ્ટોરન્ટનો છે, જેમાં કેટલાક ડાન્સર્સ પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ડાન્સર પોતાના ડાન્સ કરી રહ્યા છે, તો ત્યાં બેસેલા લોકો પોતાની પ્લેટ તેમની સામે એટલી જોરથી ફેંકી રહ્યા છે કે પ્લેટ તૂટી રહી છે. ફર્શ પર ઘણી પ્લેટ્સ પણ તૂટેલી જોવા મળી રહી છે. વીડિયોમાં શિલ્પા પણ પ્લેટ તોડતી જોવા મળી રહી છે.
BOX OFFICE : આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી 3 મોટી ફિલ્મો વચ્ચે જામશે મોટી ટક્કર
આ વીડિયોને શેર કરતાં શિલ્પાએ લખ્યું કે 'પ્લેટને તોડો...અને ધોવાથી બચાવો. આજની રાત દુબઇમાં ખૂબ મજા આવી. પ્લેટને નષ્ટ કરતાં બધી નકારાત્મકને પણ નષ્ટ કરવી અને નાચવું એક મજેદાર કોન્સેપ્ટ છે...'
શિલ્પાએ આ પ્રકારે પ્લેટ તોડતાં જોઇને ઘણા લોકોએ જોરદાર ટ્રોલ કર્યું છે અને આ પ્રકારની પ્રથાને ફક્ત પૈસાની બરબાદી ગણાવી. એક યૂઝરે લખ્યું 'શિલ્પા શેટ્ટીનો આ કેટલો બિનજવાબદારીભર્યો વ્યવહાર છે. ખૂબ નિરાશ છું. પ્લેટ તોડી કઇ નકારાત્મકતા ભાગી જશે. તો બીજા એક યૂઝરે લખ્યું કે 'જેમની પાસે પૈસા છે,તેમને કદર નથી અને જેમને કદર છે, તેમની પાસે પૈસા નથી... ઘણા લોકોએ શિલ્પાને સલાહ આપી કે તેને જરૂરિયાતમંદોને આપી શકાય છે.
તમને જણાવી દઇએ કે 'પ્લેટ તોડવી' ગ્રીક કલ્ચરનો પ્રસિદ્ધ રિવાજ છે. અહીં કોઇ શુભ દિવસ અથવા ઉત્સવના સમયે પ્લેટ તોડવામાં આવે છે. જોકે ગ્રીસમાં પણ આ પ્રથાને વધુ ફોલો કરવામાં આવતી નથી. માનવામાં આવે છે કે શરૂઆત ત્યારે થઇ જ્યારે કોઇના મોત બાદ ભોજન રાખવામાં આવે છે અને સિરેમિક પ્લેટસને જમ્યા બાદ તોડી દેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે