ભારતીય ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ટીમ ઇન્ડિયા માટે રમી હતી તોફાની 159 રનની ઇનિંગ

ભારતીય ક્રિકેટર (Indian Cricketer) દિનેશ મોંગિયા (Dinesh Mongia) એ ક્રિકેટના (Cricket) તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. દિનેશ મોંગિયાએ 13 વર્ષ પહેલા પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે 42 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 

ભારતીય ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ટીમ ઇન્ડિયા માટે રમી હતી તોફાની 159 રનની ઇનિંગ

નવી દિલ્હી : એક સમયે ટીમ ઇન્ડિયા માટે મહત્વના ખેલાડી તરીકે ઓળખાતા દિનેશ મોંગિયા (Dinesh Mongia) એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મંગળવારે સાંજે આ અંગે જાહેરાત કરી હતી. મોંગિયા ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામ્યો હતો. સારા બેટ્સમેનની સાથોસાથ તે સારી સ્પિન બોલિંગ પણ કરતો હતો. 2003 માં વિશ્વ કપમાં રનર્સ અપ રહેલી ટીમ ઇન્ડિયાનો તે સદસ્ય હતો. દિનેશ મોંગિયા અંદાજે પાંચ વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો. જોકે તે ટીમ ઇન્ડિયા માટે તે ક્યારેય નિયમિત રૂપથી ખેલાડી તરીકે પસંદગી પામ્યો નથી. 

આઇસીએલમાં રમ્યો હતો મોંગિયા
મોંગિયાએ પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ 2001માં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ વન ડે રમી હતી. જ્યારે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2007માં બાંગ્લાદેશ વિરૂધ્ધ રમી હતી. આ વર્ષે તે ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમ્યો હતો. જે બાદ આઇસીએલ રમતાં બોર્ડે પ્રતિબંધ મુક્યો હતો. તે 2003 વિશ્વ કપની ટીમ ઇન્ડિયાનો સદસ્ય હતો. તેણે પોતાની કેરિયરમાં 57 વન ડે રમી હતી જેમાં 1230 રન બનાવ્યા હતા. તેણે પોતાની વન ડે કેરિયરમાં 14 વિકેટ લીધી હતી. 

159 રનની યાદગાર ઇનિંગ
મોંગિયાએ પોતાની કેરિયરમાં એક માત્ર ટી20 ઇન્ટરનેશનલ મેચ સાઉથ આફ્રિકા વિરૂધ્ધ જ્હોનિસબર્ગમાં રમી હતી. તેના નામે માત્ર એક જ વન ડે સદી છે જે તેણો ઝિમ્બાબ્વે સામે ફટકારી હતી. તેણે ગુવાહાટીમાં અણનમ 159 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જેમાં તેણે 17 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. કેરિયરમાં એક પણ ટેસ્ટ મેચ ન રમનાર મોંગિયાએ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી. તે લંકાશાયર અને લીસેસ્ટરશાયર માટે રમી ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news