લગ્ન કરવાના છે Sidharth Malhotra અને Kiara Advani! આ ફોટો કરી રહ્યો છે ઈશારો

આજે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તરફથી એવો ઇશારો મળ્યો છે જે જણાવી રહ્યો છે કે જલદી બન્ને લગ્ન કરવાના છે. 

Updated By: Jan 24, 2021, 09:25 PM IST
લગ્ન કરવાના છે Sidharth Malhotra અને Kiara Advani! આ ફોટો કરી રહ્યો છે ઈશારો

નવી દિલ્હીઃ હવે બોલીવુડમાં શરણાઈના સૂરનો સમય શરૂ થયો છે. જ્યાં થોડા દિવસ પહેલા નેહા કક્કડ અને રોહનપ્રીત, આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે લગ્ન કર્યા તો આજે વરૂણ ધવન (Varun Dhawan) પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે સાત ફેરા લઈ રહ્યો છે. આ વચ્ચે કંઈક એવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બોલીવુડનું વધુ એક કપલ લગ્ન કરવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ રયૂમર્ડ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા  (Sidharth Malhotra) અને કિયારા અડવાણી  (Kiara Advani) ની.

લાંબા સમયથી રિલેશનશિપ અને ડેટિંગના સમાચારો વચ્ચે આજે કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા  (Sidharth Malhotra) તરફથી કંઈક એવો ઈશારો મળ્યો છે, જે જણાવે છે કે બન્ને જલદી લગ્ન કરી શકે છે. હવે આ કપલ પરિવારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે આજે રવિવારે બપોરે કિયારા અડવાણી (Kiara Advani), સિદ્ધાર્થ મલ્હોત્રા  (Sidharth Malhotra) અને તેના પરિવાર સાથે લંચ પર ગઈ હતી. જુઓ આ તસવીરો....

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yogen shah (@yogenshah_s)

તમને જણાવી દઈએ કે પાછલા વર્ષે આ બોલીવુડ સ્ટાર્સની જોડીને ઘણીવાર ડેટિંગ અને શોપિંગ કરતા સ્પોટ કરવામાં આવી ચુક્યા છે. પરંતુ બન્નેએ પોતાનો સંબંધ હજુ સત્તાવાર સ્વીકાર કર્યો નથી. પરંતુ જ્યારે 2021ની શરૂઆતમાં બન્ને સાથે માલદીવ ગયા હતા, ત્યારે લોકોને આ સંબંધ પર વિશ્વાસ આવી ગયો હતો. બન્નેને એરપોર્ટ પર જતા અને આવતા સમયે સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. 

બન્નેના વર્કફ્રંટની વાત કરીએ તો કિયારા છેલ્લે ઇંદુ કી જવાનીમાં જોવા મળી હતી. આ પહેલા તે અક્ષય સાથે લક્ષ્મીમાં જોવા મળી હતી. હવે કિયારા જુગ જુગ જીયો, શેરશાહ અને ભૂલ ભૂલૈયા 2માં જોવા મળવાની છે. તો સિદ્ધાર્થ શેરશાહ અને થેંક ગોડમાં જોવા મળશે. ખાસ વાત છે કે આ બન્ને સ્ટાર્સ શેરશાહમાં સ્ક્રીન શેર કરવાના છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube