Srilanka Crisis: સંકટમાં શ્રીલંકા, પોતાના દેશના સમર્થનમાં આવી જેકલીન ફર્નાન્ડિસ, કહ્યું- જજમેન્ટની જરૂર નથી
શ્રીલંકા સંકટ વચ્ચે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે ઇન્સ્ટાગ્રામ પર એક મોટી પોસ્ટ લખી છે. તેણે લખ્યું- એક શ્રીલંકન હોવાને નાતે મારા દેશ અને તેમાં રહેતા લોકોની આવી સ્થિતિ દિલ તોડનારી વાત છે. જ્યારથી આ સંકટ શરૂ થયું છે મને દુનિયાભરમાંથી ઘણી વાતો સાંભળવા મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા અને ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા અને તેના લોકોની સ્થિતિ ખરાબ છે. તેવામાં દુનિયાભરના લોકો અને રાજનેતા તેના વિશે વાત કરી રહ્યાં છે. દરેક તરફ શ્રીલંકા સંકટના સમાચાર છવાયેલા છે. તેવામાં શ્રીલંકાથી આવેલી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનું આ મામલા પર મૌન ઘણા લોકોને ખટકી રહ્યું હતું. પરંતુ હવે આ મુદ્દા પર જેકલીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
જેકલીન ફર્નાન્ડિસે શેર કરી પોસ્ટ
જેકલીન ફર્નાન્ડિસે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. તેણે પોતાના દેશનો બચાવ કર્યો છે. તેણે લખ્યું, 'એક શ્રીલંકન હોવાને નામે મારા દેશ અને તેમાં રહેતા લોકોની આવી સ્થિતિ થતી જોવા દિલ તોડનારી વાત છે. જ્યારથી આ સંકટ શરૂ થયું છે, મને દુનિયાભરમાંથી ઘણી વાત સાંભળવા મળી છે. હું કહેવા ઈચ્છીશ કે કંઈપણ જોયા બાદ જલદી જજમેન્ટ ન આપો. દુનિયા અને મારા દેશના લોકોને કોઈ જજમેન્ટની જરૂર નથી. તેને દયા અને સપોર્ટની જરૂર છે. તેની તાકાત અને ભલાય માટે 2 મિનિટની શાંતિથી કરવામાં આવેલી પ્રાર્થના તમને વધુ નજીક લઈ જશે.'
તેની આગળ જેકલીને સખ્યું- હું મારા દેશ અને દેશવાસીઓને કહેવા ઈચ્છુ છું કે હું આશા કરી રહી છું કે આ સમસ્યા જલદી સમાપ્ત થઈ જશે. તેનો એવો ઉપાય નિકળે જેનાથી બધાને શાંતિ મળે અને લોકોનું ભલુ થાય. આ સમસ્યાનો સામનો કરનારને તાકાત મળે એવી મારી કામના છે.
શ્રીલંકામાં કામ કરી ચુકી છે જેકલીન
જેકલીન ફર્નાન્ડિસના પિતા એલ રોય શ્રીલંકાથી છે. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ જેકલીને કેટલાક શ્રીલંકન નાટકોમાં કામ કર્યું હતું. તેણે મિસ યુનિવર્સ શ્રીલંકા 2006નો ખિતાબ પણ જીત્યો હતો. ત્યારબાદ તેણે વર્લ્ડ મિસ યુનિવર્સ 2006માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
દેશમાં ચાલી રહી છે સમસ્યા
શ્રીલંકા પર કોરોના કાળની ખુબ અસર પડી છે. શ્રીલંકામાં આ સમયે ફોરેન એક્સચેન્જની શોર્ટેજ ચાલી રહી છે. તેવામાં દેશમાં ભોજન અને ફ્યૂલ ઇમ્પોર્ટ કરવા પર અસર પડી છે. તેના કારણે દેશમાં પાવરકટ, ખાવાના સામાનની કમી અને અન્ય સમસ્યાઓ થઈ રહી છે. આ કારણે શ્રીલંકા સાથી દેશો પાસે મમદ માંગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે