ઇઝરાયલી પીએમ નફ્તાલી બેનેટ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી વાત, આ મુદ્દે થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નફ્તાલી બેનેટની વાતચીત દરમિયાન વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થઈ છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ઘણા ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ સહયોગની સમીક્ષા કરી છે. 
 

ઇઝરાયલી પીએમ નફ્તાલી બેનેટ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી વાત, આ મુદ્દે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ જણાવ્યુ કે ઇઝરાયલી પીએમ બેનેટ કોરોના વાયરસથી સાજા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને નફ્તાલી બેનેટની વાતચીત દરમિયાન વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થઈ છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ઘણા ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ સહયોગની સમીક્ષા કરી છે. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ, 'નફ્તાલી બેનેટ સાથે વાત કરી અને તે જાણીને ખુશી થઈ કે તે (કોરોના વાયરસથી) સાજા થઈ રહ્યા છે. અમે વર્તમાન વૈશ્વિક ઘટનાઓની ચર્ચા કરી અને ઘણા ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ સહયોગની સમીક્ષા કરી છે. હું મારી ચર્ચા જારી રાખવા માટે ખુબ જલદી ભારતમાં તેમનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું.'

— Narendra Modi (@narendramodi) April 4, 2022

પીએમ મોદીએ બેનેટને કોવિડ-19 સંક્રમણ બાદ જલદી સાજા થવાની શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રીએ ઇઝરાયલમાં હાલમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ પહેલા મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદામિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી, જેથી વાતચીતના માધ્યમથી આ મુદ્દાને હલ કરી શકાય. 

આ પહેલાં પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતનું પણ સ્વાગત કર્યુ હતું અને આશા વ્યક્ત કરી હતી કે તેનાથી સંઘર્ષ ખતમ થઈ જશે. આ રીતે બેનેટ પણ યુદ્ધના સમયમાં એક શાંતિદૂરની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા અને તેમણે સંઘર્ષ ઉકેલવાના પ્રયાસો હેઠળ પુતિન અને ઝેલેન્સ્કી બંનેને કોલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news