શ્રીદેવીના અંતિમ દર્શન કરવા પહોંચેલી જેકલીનની 'આ' એક તસવીરથી ફેન્સ લાલચોળ

દિવંગત અભિનેત્રી શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડની તમામ હસ્તીઓ ભીની આંખે અંધેરીની સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચી હતી. પરંતુ જેકલીન ફર્નાન્ડિસના ચહેરા પર સ્માઈલ જોવા મળી હતી.

શ્રીદેવીના અંતિમ દર્શન કરવા પહોંચેલી જેકલીનની 'આ' એક તસવીરથી ફેન્સ લાલચોળ

મુંબઈ: દિવંગત અભિનેત્રી શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડની તમામ હસ્તીઓ ભીની આંખે અંધેરીની સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચી હતી. પરંતુ જેકલીન ફર્નાન્ડિસના ચહેરા પર સ્માઈલ જોવા મળી હતી. હકીકતમાં શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા ગઈ ત્યારે જેવી તે કારમાંથી નીચે ઉતરી કે લોકોનું અભિવાદન તેણે હસતાં મોઢે કર્યું. હાસ્ય રેલાવતી આ તસવીરો મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર થઈ ગઈ.

જેવી જેકલીનની આ તસવીરો વાઈરલ થઈ ગઈ કે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. અભિનેત્રીને લોકોએ ખરીખોટી સંભળાવવા માંડી. લોકો સલાહ આપવા લાગ્યા કે કોઈના મૈયતમાં કેવી રીતે આવવું જોઈએ. એક જણે તો લખ્યું કે શ્રીદેવીના અંતિમ દર્શન કરવા જવાની કોઈ જરૂર નહતી. કારણ કે ત્યાં તો તમે માત્ર મીડિયામાં દેખાવવા માટે ગયા છો. શ્રીદેવીના ફેન્સે જેકલીનની ખુબ મજાક ઉડાવી.

Jaqulin-1

અત્રે જણાવવાનું કે શ્રીદેવી બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂર સાથે ભાણીયાના લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. ત્યાં 24 ફેબ્રુઆરીના રોજ રાતે હોટલના બાથરૂમમાં તેનું નિધન થયું. નશામાં તેનું સંતુલન બગડ્યું અને તે બાથટબમાં પડી ગઈ હતી. જેના કારણે મોત નિપજ્યું.

શ્રીદેવીના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવ્યાં. અંતિમ યાત્રામાં જાણે જનસેલાબ ઉમટી પડ્યો હતો. શ્રીદેવીના ફેન્સ તેની એક ઝલક જોવા માટે પડાપડી કરી રહ્યાં હતાં. શ્રીદેવી ભલે આજે આ દુનિયામાં નથી પરંતુ તે હંમેશા આપણા મનમાં જીવિત રહેશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news