કાંચીપુરમ મઠમાં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને અપાઈ મહાસમાધિ

કાંચી કામકોટિ મઠના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીને આજે મઠ પરિસરમાં તેમના પૂર્વવર્તી શ્રી ચંદ્રશેખરેન્દર સરસ્વતીના સમાધિ સ્થળની બાજુમાં સમાધિ આપવામાં આવશે.

  • 18 જુલાઈ 1935ના રોજ તામિલનાડુમાં સુબ્રમણ્યમ મહાદેવ અય્યરનો જન્મ થયો હતો
  • 19 વર્ષની વયે કાંચી કામકોટિ પીઠના 69માં પીઠાધિપતિ જાહેર થયા હતાં
  • પીઠાધિપતિ જાહેર થયા બાદ તેમનું નામ જયેન્દ્ર સરસ્વતી પડ્યું હતું

Trending Photos

કાંચીપુરમ મઠમાં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને અપાઈ મહાસમાધિ

કાંચીપુરમ: કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીને આજે અહીં મઠ પરિસરમાં તેના પૂર્વવર્તી શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના સમાધિસ્થળની બાજુમાં સમાધિ આપવામાં આવી. ધાર્મિક સંસ્કાર સવારે સાત વાગે અભિષેકમની સાથે શરૂ થયા. અભિષેકમ બાદ આરતી થઈ. જયેન્દ્ર સરસ્વતીની અંતિમ વિદાયમાં લગભગ એક લાખ લોકોએ તેમના દર્શન કર્યાં. દેશભરમાંથી વૈદિક પંડિતોએ તમામ ચાર વેદોમાંથી મંત્રોનું ઉચ્ચારણ કર્યુ અને એક વિશેષ પૂજન પણ કરવામાં આવ્યું.

શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના પાર્થિવ શરીરને મુખ્ય હોલમાંથી લાવીને વૃંદાવન એનેક્સીમાં લઈ જવામાં આવ્યો. જ્યાં શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીને સમાધિ આપવામાં આવી હતી. એક મોટા ટોકરામાં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના પાર્થિક શરીરને બેઠેલી મુદ્રામાં મૂકીને સાત ફૂટ લાંબા અને સાત ફૂટ પહોળા ખાડામાં ઉતારવામાં આવ્યો. પાર્થિવ શરીરને ખાડામાં નીચે ઉતારીને તેના ઉપર શાલિગ્રામ રાખવામાં આવ્યો. ત્યારબાદ ખાડાને જડીબુટ્ટી, મીઠું અને ચંદનની લાકડીઓથી ભરી દેવામાં આવ્યો. તેને કબાલમોક્ષમ કરવામાં આવ્યો જેમાં માથા પર નારિયેણ રાખીને તેને પ્રતિકાત્મક સ્વરૂપે તોડાય છે. સમાધિ સંસ્કાર સવારે અગિયાર વાગે સમાપ્ત થયા.

 અહીં મઠ પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ હતી. તામિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ, રાજ્યના શિક્ષામંત્રી કે એ સેંગોતૈયા અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓએ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને શ્રદ્ધાંજલિ આપી.

— ANI (@ANI) March 1, 2018

 

હિન્દુ ધર્મના યોદ્ધા
18 જુલાઈ 1935ના રોજ તામિલનાડુમાં જન્મેલા સુબ્રમણ્યમ મહાદેવ અય્યરને આખુ ભારત શંકરાચાર્ય સ્વામી જયેન્દ્ર સરસ્વતીના નામથી ઓળખે છે. પોતાના જ્ઞાન અને હિન્દુ ધર્મ પ્રત્યે નિષ્ઠાએ તેમને હિન્દુ ધર્મના યોદ્ધા તરીકે સ્થાપિત કર્યાં. બાળપણથી જ તેજ બુદ્ધિ અને બીજા બાળકો કરતા કઈક અલગ જયેન્દ્ર નાની ઉમરે જ કાંચી મઠ આવી ગયા હતાં. ધર્મ પ્રત્યે નિષ્ઠા અને વેદોના ગહન જ્ઞાનને જોતા માત્ર 19 વર્ષની ઉંમરમાં જ 22 માર્ચ 1954ના રોજ તેમને દક્ષિણ ભારતના તામિલનાડુના કાંચી કામકોટિ મઠના 69માં પીઠાધિપતિ જાહેર કરવામાં આવ્યાં હતાં.

— ANI (@ANI) March 1, 2018

ચારેય વેદો અને ઉપનિષદોના જ્ઞાનને પોતાના મસ્તકમાં સમેટીને રાખેલા સ્વામી જયેન્દ્ર સરસ્વતીના સાનિધ્યમાં જનાર કોઈ પણ વ્યક્તિ તેમનાથી પ્રભાવિત થયા વગર રહેતો નહતો. તેમને સનાતન ધર્મના ધ્વજવાહક, વેદ વ્યાખ્યા વિભૂતિ, જ્ઞાનના અખૂટ આગાર અને વિનમ્રતાના જાગ્રત પીઠ તરીકે ઓળખવામાં આવતા હતાં.

પીઠાધિપતિ જાહેર થયા બાદ તેમનુ નામ જયેન્દ્ર સરસ્વતી પડ્યું હતું. તેમને કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખરન સરસ્વતી સ્વામીગલે પોતાના વારસદાર જાહેર કર્યા હતાં. કાંચીપુરમ દ્વારા સ્થાપિત કાંચી મઠ એક હિન્દુ મઠ છે જે પાંચ પંચભૂતસ્થળોમાંથી એક છે. મઠ દ્વારા અનેક શાળાઓ અને આંખોની હોસ્પિટલો ચાલે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news