VIDEO : ઉદ્ધવ ઠાકરેની શપથ મામલે રાખી સાવંતે આપ્યું નિવેદન ! કહ્યું તડપી રહી છું...

હાલમાં દરેક વ્યક્તિની નજર મહારાષ્ટ્રના રાજકારણ પર છે. આ સંજોગોમાં રાખી સાવંત (Rakhi Sawant)નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

VIDEO : ઉદ્ધવ ઠાકરેની શપથ મામલે રાખી સાવંતે આપ્યું નિવેદન ! કહ્યું તડપી રહી છું...

નવી દિલ્હી : હાલમાં દરેક વ્યક્તિની નજર મહારાષ્ટ્રના રાજકારણ પર છે. આ સંજોગોમાં રાખી સાવંત (Rakhi Sawant)નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં શિવસેના (Shiv Sena)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ સીએમ પદની શપથ લીધી છે ત્યારે ડ્રામા ક્વિન રાખી સાવંત (Rakhi Sawant)નો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ વીડિયોમાં રાખી સાવંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વિશે પોતાના વિચારો વ્યક્ત કરી રહી છે.

રાખી સાવંત આ વીડિયોમાં જણાવી રહી છે કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જોવા માટે તે તડપી રહી છે. 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

વીડિયોમાં રાખી સાવંત (Rakhi Sawant) કહે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે હું બહુ તડપી રહી છું અને હું પહેલાં દિવસથી ઇચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને. પવાર સાહેબ અને ઠાકરેજી સાથે મળીને સારી સરકાર બનાવશે. ઠાકરેજીના મુખ્યમંત્રી બનવાથી મરાઠીઓ અને અન્ય જાતિઓ માટે સકારાત્મક સાબિત થશે. પવાર સાહેબના નિર્ણય બધા માટે સારા સાબિત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news