Story Behind This Song: 'દેખા હૈ પહેલી બાર...' સાજન ફિલ્મનું આ ગીત બનવા પાછળ છે એક રોચક કિસ્સો

NADEEM-SHRAVAN: પબમાં બે વિદેશી યુવતીને જોઈ સંગીતકાર બેલડીએ બનાવી દીધું સાજન ફિલ્મનું આ ગીત. 

Story Behind This Song: 'દેખા હૈ પહેલી બાર...' સાજન ફિલ્મનું આ ગીત બનવા પાછળ છે એક રોચક કિસ્સો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સંગીતકાર નદીમ-શ્રવણની બેલડીમાંથી શ્રવણ ફાની દુનિયાને અલવિદા કહી છે. નદીમ-શ્રવણના એક થી એક ચડિયાતા સુપરહિટ ગીતો બનાવ્યા છે જે આજે પણ તેટલા જ સદાબહાર છે. નદીમ-શ્રવણના સંગીતને યાદ કરીએ તો સાજન ફિલ્મને કઈ રીતે ભૂલી શકાય. સાજન ફિલ્મ જો એવરગ્રીન બની હોય તો તેના માટે તેના સંગીતનો અમૂલ્ય ફાળો છે. ફિલ્મના તમામ ગીતો બ્લોકબસ્ટર બન્યા. ફિલ્મનું ગીત 'દેખા હે પહેલી બાર' ગીત જ્યારે બનાવવામાં આવ્યું તેના પાછળ પણ રસપ્રદ કિસ્સો છે.

No description available.

સંજય દત્ત, માધુરી દીક્ષિત અને સલમાન ખાનને ચમકાવતી સાજન ફિલ્મ વર્ષ 1991માં રિલીઝ થઈ. સાજન ફિલ્મ તે વર્ષમાં સૌથી વધુ કમાણીમાં સ્થાન પામનાર ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મના ગીતો આજે પણ તમામ વર્ગમાં તેટલા જ લોકપ્રિય છે. ફિલ્મનું સંગીત નદીમ-શ્રવણે આપ્યું હતું તો તેના ગીતો સમીરે લખ્યા હતા. સાજન ફિલ્મનું ગીત 'દેખા હૈ પહેલી બાર, સાજન કી આંખો મે પ્યાર' ગીતનો આઈડિયા બે વિદેશી યુવતીને જોઈને આવ્યો હતો.

PICS: જેકી શ્રોફની પત્નીનું આ હેન્ડસમ અભિનેતા સાથે હતું લફરું, 17 વર્ષ નાના યુવક માટે પતિને કર્યો દગો!

તમને જણાવીએ કે સાજન ફિલ્મના 'દેખા હૈ પહેલી બાર, સાજન કી આંખો મે પ્યાર' ગીત બનવા પાછળ ખૂબ રસપ્રદ સ્ટોરી છે. નવાઈની વાત છે કે આટલું સુંદર મજાનું ગીત કોઈ પહેલેથી વિચાર કર્યા વગર જ બનાવી દેવામાં આવ્યુ હતું. શ્રવણ રાઠોડે પોતે જ એક લાઈવ કોન્સર્ટમાં આ વાત લોકો સાથે શેર કરી હતી. આ કોન્સર્ટમાં અલકા યાજ્ઞિક પણ સાથે હતી. કોન્સર્ટ શરૂ થયો ત્યારે શ્રવણ રાઠોડે આ ગીતને બનાવવા પાછળનો રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો.

Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની

શ્રવણે કહ્યું- વાત 31 ડિસેમ્બરની છે તે દરમિયાન સાજન ફિલ્મ બની રહી હતી. નદીમ-શ્રવણ ન્યૂ યરની પાર્ટીમાં હતા. બંને મિત્રો પબમાં બેસ્યા હતા. તે વખતે પબમાં બે સુંદર વિદેશી યુવતીઓ આવે છે. બંને યુવતીઓ પણ અમને જોઈ રહી હતી, અમારી નજર પણ તેમના પર પડી હતી.નદીમ ત્યારે ઓપન માઈન્ડેડ હતા અને તે બંને યુવતીઓ સાથે વાત કરવા જતા રહે છે. બંને યુવતીઓની આંખો પર અમારી નજર પડી ત્યારે નદીમના મગજમાં આ લાઈન આવી-   'દેખા હૈ પહેલી બાર, સાજન કી આંખો મે પ્યાર'  અને આખરે આ ગીત બની ગયું. આ ગીતના શબ્દો લખ્યા સમીરે અને તેને એસ.પી.બાલાસુબ્રમણ્યમ અને અલકા યાજ્ઞિકે.

સંજય દત્ત પહેલાં આ અભિનેતાને ઓફર કરાયો હતો રોલઃ
તમને એ વાત પણ જણાવીએ કે 'અમન'નો યાદગાર અભિનય કરનાર સંજય દત ડિરેકટરની પહેલી પસંદગી નહોતા.. આ રોલ પહેલા આમિર ખાનને ઓફર કરવામાં આવ્યો હતો. આમિર ખાનને ફિલ્મની વાર્તા પસંદ ન આવતા તેને ફિલ્મ રિજેક્ટ કરી. સંજય દતને આ રોલ મળ્યો અને તેને ખૂબ ઉમદા અભિનય કર્યો અને અંતે આ ફિલ્મે સફળતાના શિખર સર કરી દીધા. 'સાજન' ફિલ્મને યાદ કરાશે ત્યારે નદીમ-શ્રવણનું યોગદાન ક્યારે ભૂલી શકાશે નહીં...શ્રવણ આજે આ દુનિયામાં નથી પરંતું તેમનું કામ કાયમ માટે સંગીતપ્રેમીઓના દિલમાં જીવંત રહેશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news