150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલો બે વર્ષના બાળક 110 કલાકે બહાર કઢાયો અને પછી.....
બોરવેલમાંથી બહાર કાઢ્યા પછી બાળકને ઘટનાસ્થળે જ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ બહાર નિકળ્યાના થોડા સમયમાં જ તેનું મૃત્યુ થઈ ગયું
Trending Photos
સંગરૂર(પંજાબ): પંજાબના સંગરૂર જિલ્લામાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બે વર્ષના ફતેહવીર સિંહ નામના બાળકને 110 કલાકની ભારે જહેમત બાદ મંગળવારે સવારે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, બહાર આવ્યાના થોડા સમયમાં જ તેનું મોત થઈ ગયું. બોરવેલથી બહાર કાઢ્યા પછી તેને પોલીસ સુરક્ષા સાથે વિશેષ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સંગરૂરના નાયબ કમિશનર ઘનશ્યામ ઠોરીએ જણાવ્યું કે, "ફતેહવીરને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના કર્મચારીઓએ સવારે 5.30 કલાકની આસપાસ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી."
#WATCH Punjab: Two-year-old Fatehveer Singh, who had fallen into a borewell in Sangrur, rescued after almost 109-hour long rescue operation. He has been taken to a hospital. pic.twitter.com/VH6xSZ4rPV
— ANI (@ANI) June 11, 2019
ફતેહવીરને ઘટનાસ્થળે જ વિશેષ ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવી હતી. અહીં વેન્ટિલેટરની સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવી હતી.
ફતેહવીર સિંહ ભગવાનપુરા ગામના પોતાના ઘરની પાસે એક બોરવેલમાં ગુરૂવારે સાંજે લગભગ 4.00 કલાકે પડી ગયો હતો. બોરવેલનું મોઢું કાપડથી ઢાંકીને રાખવામાં આવ્યું હતું અને આ બાળક રમતો-રમતો તેમાં પડી ગયો હતો. ત્યાર બાદ તેને બચાવવા માટે વ્યાપક સ્તરે એક બચાવ અભિયાન ચલાવાયું હતું.
બચાવ ટીમ બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં સફળ રહી હતી, પરંતુ ભોજન પહોંચાડી શકી ન હતી. બાળકને બચાવવા માટે બોરવેલના સમાંતર એક બીજો બોરવેલ ખોદવામાં આવ્યો હતો અને તેમાં કોંક્રિટથી બનેલા 36 ઈંચના વ્યાસના પાઈપ નાખવામાં આવ્યા હતા. આ ઘટનાએ કૂરૂક્ષેત્રમાં 2006માં આવી જ રીતે બોરવેલમાં પડી ગયેલા પ્રિન્સને બચાવાની ઘટના તાજી થઈ ગઈ હતી. પ્રિન્સને 48 કલાકની મહેનત પછી જીવતો બહાર કાઢવામાં સફળતા મળી હતી.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે